રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્, ગરમીથી બચવા કરો આ ઉપાય..

સૂર્યદેવ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોયે તેવી અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યા છે. ત્યારે કાળઝાળ ઉનાળામાં ગરમીથી બચવા માટે શું કરશો.

આમ ગરમીથી બચવા માટે બહાર નીકળવાનું ટાળો, શરીર અને માથું ઠંકાય તે રીતે સુતરાઉ કપડાં પહેરો, તાપથી બચવા ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરો, ભીંના કપડાથી માથું ઢાંકીને રાખો, સીધા તાપથી બચવું ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવ્યા બાદ જ નહાવું.

ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળો, જ્યારે લૂ લાગવાથી બચવાના ઉપાય પર નજર કરી તે ઉનાળામાં પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેરનું પાણી વધારે પીવો, વરિયાળી, કાચી કેરી, ગુલાબ અને કાળી દ્રાશના સરબત પીવો, બને તો ઉપવાસ કરવાનું ટાળો અને સવારનું ભોજન 12 વાગ્યા પછી લઈ લેવું.

તો હવે લૂ લાગવાના લક્ષણો પર નજર કરીએ તો માથા અને પગની પિંડીઓમાં દુઃખાવો, ઊલ્ટી, ઊબકા અને ચ[ર આવવા., આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું. ખૂબ તરસ લાગવી અને શરીરમાંથી પાણી ઓછું થઇ જવું.

You might also like