સ્માર્ટ ફોનના કારણે બાળકોમાં માથાની જૂ વધી ગઈ છે

સ્કૂલમાં જતા નાના બાળકોમાં જૂ અને લીખની સમસ્યા ચેપી હોય છે. એકના માથામાં લાગેલી લીખ અને જૂ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ સંપર્કમાં બીજાના માથામાં પહોંચે છે. તાજેતરમાં ઈંગ્લેન્ડના સંશોધકોએ જણાવ્યું કે સ્માર્ટફોન કે ટેબલેટ ધરાવતા બાળકોના માથામાં બહુ સરળતાથી જૂ થવાની શક્યતા ૬૨.૫ ટકા જેટલી હોય છે. બાળકો જ્યારે એક જ ડિવાઈસ પર સાથે રમતા હોય કે વીડિયો જોતા હોય ત્યારે તેમના વાળ એકબીજાના ડાયરેક્ટ ટચમાં અાવે છે. અા વાત સેલ્ફી ક્રેઝી લોકોને પણ લાગુ પડે છે. અા રીતે જૂ કે લીખ એક બીજાના માથામાં સ્થળાંતર કરી લે છે.
http://sambhaavnews.com/

You might also like