ફરિયાદીને ધમકી બદલ હેડ કોન્સ્ટેબલ સામે એટ્રો‌િસટી હેઠળ ગુનો નોંધાયો

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં ફરિયાદીના પિતાને સમાધાન માટે ધમકી આપી રહેલા પોલીસ કર્મચારી વિરુદ્ધમાં ખોખરા પોલીસે જાનથી મારી નાખવાની ધમકી તેમજ એટ્રો‌િસટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. એક મહિના પહેલાં પ્રેમ પ્રકરણમાં પોલીસ કર્મચારીના પુત્ર સહિત પાંચ શખ્સોએ ત્રણ વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પોલીસ કર્મચારી બીભત્સ ગાળો બોલીને ફરિયાદીના પિતાને ધમકાવી રહ્યો હોવાનો વી‌િડયો સામે આવતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અવનીશ ઠાકુરની ભત્રીજીને છના શેઠની ચાલીમાં રહેતા ગોવિંદ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જેની અદાવત રાખીને ગત ૭ ઓક્ટોબરના રોજ અ‌િનલ રાજપૂતનો પુત્ર ર‌િવ, તેના ભત્રીજા નિખિલેશ સહિત પાંચ શખ્સ છના શેઠની ચાલીમાં આવ્યા હતા અને ગોવિંદના મિત્રો વિજય સંતોષભાઇ ચમાર, ગૌરાંગ ગણપતભાઇ લિમ્બોચિયા અને તેમનાં માતા ભાવનાબહેન પર તલવાર વડે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં પોલીસે પાંચ યુવકો વિરુદ્ધમાં એટ્રોસટિ એક્ટ અને હત્યાની કોશિશ અંગે ફરિયાદ કરી હતી. આ કેસમાં સમાધાન થઇ જાય તે માટે થોડાક સમય પહેલાં અવનીશ ઠાકુર ફરિયાદીના પથારીવશ પિતા સંતોષભાઇ ચમારને મળવા માટે આવ્યા હતા, જ્યાં સ્થાનિકોએ અવનીશ ઠાકુરનું મોબાઇલ કેમેરાથી શૂ‌િટંગ કરી લીધું હતું. આ ઘટનાને લઇ આઇ ડિવિઝનના એસીપીએ ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ કરવાનાે આદેશ આપ્યાે હતાે. ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. જે. ઝાલાએ જણાવ્યું છે કે અવનીશ ઠાકુર તેમના પુત્ર વિરુદ્ધમાં થયેલી ફરિયાદમાં સમાધાન કરવા માટે ફરિયાદી પાસે ગયાે હતો જ્યાં તેણે જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેના વિરુદ્ધમાં એટ્રો‌િસટી એક્ટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરાયો છે.

You might also like