પુરુષોમાં સારા દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનું પ્રમાણ વધ્યું

એક સમય હતો જ્યારે પોતાના દેખાવ વિશે માત્ર સ્ત્રીઓ જ વધુ સભાન રહેતી હતી. સારા દેખાવા માટેનો મહિલાઓનો ક્રેઝ એવો છે કે, મહિલાઓ જાતજાતની સર્જરી(Plastic surgery, cosmetic surgery) કરાવવા પણ તૈયાર થઇ જાય છે. જોકે આ બાબતમાં હવે પુરુષો પણ બરાબરી કરીર હ્યા છે કેમ કે કોસ્મેટિક પ્રોસિજર્સ કરાવતા પુરુષોનું પ્રમાણ વધી રહ્યું છે.

યંગ અને ઓલ્ડ બધી જ ઉંમરના પુરુષો ચરબી ઘટાડવા લાઇપોસકશન, ટમી-ટફ બ્રેસ્ટ-રિડકશન અને બોટોકસનાં ઇન્જેકશન જેેવી પ્રોસિજર બહુ સહજતાથી કરાવતા થયા છે. પહેલાની સરખામણીમાં હવે પુરુષોમાં પ્લાસ્ટિક સર્જરીનું પ્રમાણ ઘણું વધ્યું છે. ર૦૦૦ની સાલની સરખામણીએ ર૦૧૭માં ફીલર ઇન્જેકશન લેતા પુરુષોમાં ૯૯ ટકા જેટલી વૃદ્ધિ થઇ છે.

સામાન્ય રીતે, પુરુષો અને સ્ત્રીઓ તેમનો આત્મવિશ્વાસ જાળવી રાખવા માગે છે. તેઓ તેમના કપડામાં કમ્ફર્ટેબલ અથવા ફિટ દેખાવા માગે છે અને આશા રાખી છે કે તેમની છબીને યોગ્ય બનાવે છે. કામના સ્થળે, આદર મેળવવા માગે છે અને યુવાન સહકાર્યકરો વચ્ચે વધુ સારી પેઇડ પોસિશન મેળવવા માગે છે. એટલે ઘણા પુરુષો કોસ્મેટિક પ્રક્રિયાઓમાં રોકાણ કરવાનું વિચારે છે. આ “બેબી બૂમર” પેઢીને ડોકટરો દ્વારા નાની અને વધુ શુદ્ધ ઈમેજ મેળવવા માટે યંગ અને કૂલ દેખાવા માગે છે.

You might also like