ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર ડીલ પર જાગી સરકાર, ભારતીય દૂતાવાસ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર ડીલ મામલે ઇટલીની અદાલતમાં આવેલા નિર્ણય પછી સરકાર ઉંધમાંથી જાગી છે. સરકારે હવે રોમ સ્થિત ભારતીય દૂતાવાસ પાસે કોર્ટમાં નિર્ણયની જાણકારી માંગી છે.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર ડીલ મામલે સુરક્ષા મંત્રાલયે રોમમાં ભારતીય દૂતાવાસ પાસેથી ઇટલીના કોર્ટના નિર્ણયની માહિતી પ્રાપ્ત કરી છે. કોર્ટના નિર્ણયની જાણકારી પ્રાપ્ત થયા બાદ સુરક્ષા મંત્રાલયે પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગીના અધિકારિક સરકારી સમારોહમાં સામેલ થવા અંગે એડવાયઝરી જાહેર કરી શકે છે.

વર્ષ 2010માં થઇ હતી ડીલઃ ઇટલીના મિલાન કોર્ટ ઓફ અપીલ્સના નિર્ણય પ્રમાણે 2010માં થયેલા વીવીઆઇપી હેલીકોપ્ટર ડીલમાં ભ્રષ્ટાચાર થયો હતો. એટલું જ નહીં ઇટલીની અદલાતે આ મામલે પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગીની સંડોવણી હોવાની વાત પણ કરી છે.

17 પાનમાં માત્ર પૂર્વ વાયુસેનાના પ્રમુખ ત્યાગીની જ વાતઃ કોર્ટે કહ્યું કે આ સોદામાં એકથી દોઢ કરોડ રૂપિયા ગેરરીતે ભારતીય અધિકારીઓ સુધી પહોંચ્યા છે. અદાલતના 225 પાનાના આ ચૂકાદામાં 17 પેજ પર માત્ર વાયુસેનાના પ્રમુખ ત્યાગી અંગે જણાવવામાં આવ્યું છે. જેમાં તેમણે એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે અદાલત એ નિર્ણય પર પહોંચી કે ભારતીય ઓફિસરોએ ભ્રષ્ટાચાર કર્યો છે.

 

You might also like