હાઈકોર્ટના સીટિંગ જજની તપાસ માટે સરકાર પત્ર લખશે

અમદાવાદઃ ચકચારી નલિયાકાંડના મુદ્દે ગઇ કાલે ન્યાયિક તપાસની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહમાં વિપક્ષને ખાતરી આપ્યા બાદ સરકારે આ મુદ્દે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. નલિયાકાંડની ન્યાયિક તપાસ માટે સરકાર અને વિરોધ પક્ષના નેતા સાથે રહીને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખશે. વિરોધ પક્ષે કરેલી ચીફ જસ્ટિસ પાસે સીટિંગ જજ દ્વારા નલિયાકાંડની તપાસના મુદ્દે આજે સરકાર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પાસે આ માટે પત્ર દ્વારા રજૂઆત કરશે.

સીટિંગ જજ સહિત હાઇકોર્ટની તપાસ પેનલના નામની યાદી પણ માગવામાં આવશે. પેનલના નામની યાદી આવી ગયા બાદ સરકાર વિરોધ પક્ષની સાથે રહીને તપાસ સમિતિના આખરી નામની યાદી ફાઇનલ કરીને તપાસ સોંપશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સરકારે નલિયાકાંડના મુદ્દે સીટિંગ જજ દ્વારા તપાસના મુદ્દે અધ્યક્ષ સમક્ષ તેમજ ગૃહમાં ખાતરી આપ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

http://sambhaavnews.com/

You might also like