સરકાર લોકોને રૂ. ૨૦૦૦થી સસ્તા સ્માર્ટ ફોન અપાવશે

નવી દિલ્હી: હવે એ દિવસો દૂર નથી કે જ્યારે અત્યાધુનિક ફિચર્સવાળો સ્માર્ટ ફોન રૂ. ૨૦૦૦થી પણ ઓછી કિંમતમાં પણ મળશે. કેન્દ્ર સરકારે સ્થાનિક સ્માર્ટ ફોન ઉત્પાદક કંપનીઓને ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેકશન માટે કેશલેશ સર્વિસ આપે એવા સ્માર્ટ ફોન્સ રૂ. ૨૦૦૦થી પણ ઓછું કિંમતમાં લોકોને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. સરકારનું માનવું છે કે કેશલેશ ઈકોનોમીની તેની યોજના ત્યારે જ સફળ બની શકે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં પણ ઓછી કિંમતમાં લેટેસ્ટ ફીચર્સવાળા સ્માર્ટ ફોન્સ ઉપલબ્ધ બને.

નીતિ આયોગ તરફથી તાજેતરમાં આયોજિત એક બેઠકમાં સરકારે માઈક્રોમેક્સ, ઈન્ટેક્સ, લાવા અને કાર્બન જેવી ભારતીય મોબાઈલ ફોન ઉત્પાદક કંપનીઓને ઓછી કિંમતમાં સારા ફીચર્સવાળા સ્માર્ટ ફોન ઉપલબ્ધ કરાવવા જણાવાયું છે કે જેથી તેના હેઠળ ડિજિટલ ટ્રાન્ઝેકશનનો વ્યાપ વધારી શકાય.

અહેવાલો અનુસાર ચીનની મોબાઈલ કંપનીઓનો આ અંગે સંપર્ક કરવામાં આવ્યો નથી. બીજું આ બેઠકમાં સેમસંગ અને એપલ જેવી મોટી મલ્ટીનેશનલ કંપનીઓએ ભાગ લીધો ન હતો. સરકારે મોબાઈલ કંપનીઓને માર્કેટમાં ૨થી ૨.૫ કરોડ મોબાઈલ હેન્ડસેટ સસ્તા ભાવે બજારમાં મૂકવા જણાવાયું છે.

જોકે સરકાર તરફથી આ માટે કોઈ સબસિડી આપવામાં આવશે નહીં. આ સ્માર્ટ ફોનમાં ભવિષ્યમાં આધાર બેઝ્ડ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેકશનનું સ્કેનિંગ, ફિંગર પ્રિન્ટસ સ્કેનર, હાઈ ક્વોલિટી પ્રોસેસર્સ જેવા ફીચર્સ હોવાં જોઈએ.

home

You might also like