પાક, કાશ્મીર અને પ્રવાસીઓને ભારત સરકારે આપ્યા આ 8 મસેજ

નવી દિલ્હીઃ ગૃહરાજ્ય મંત્રી હંસરાજ અહીરે કાશ્મીર સર્જાયેલા અશાંતીની પરિસ્થિતી પર રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને સહન નહીં કરવામાં આવે તેવું જણાવ્યું છે. આ સાથે જ તેમણે જે કાશ્મીરી યુવાનો પાકિસ્તાનના ઇશારે કામ કરી રહ્યાં છે તેમને આત્મનિરીક્ષણ કરવાનું કહ્યું છે.

  • કાશ્મીર હિંસા પર પાકિસ્તાનના પીએમએ જે નિવેદન આપ્યું છે, તે અયોગ્ય છે.
  • કાશ્મીરમાં પાકિસ્તાનના કારણે હિંસા થઇ રહી છે.
  • કાશ્મીરી યુવાનોને આત્મ ચિંતનની જરૂર છે.
  • રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ સહેવામાં નહીં આવે, કાયદો તોડનારાઓને સહન કરવામાં નહીં આવે.
  • વાનીનું એન્કાઉન્ટર ખોટું નથી.
  • અમે જમ્મુ કશ્મીરની તમામ પાર્ટીઓના સંપર્કમાં છીએ. આ પરિસ્થિતિને જલ્દી ઠાળે પાડવામાં આવશે.
  • અમે અમરનાથ યાત્રિઓ અને પર્યટકોની સુરક્ષાને લઇને ગંભીર છીએ. સરકાર દ્વારા સતત પ્રયાસ થઇ રહ્યો છે કે પ્રવાસીઓ પર તેની કોઇ જ અસર ન થાય.
You might also like