સરકારી બાબુઓ સવધાન! સરકાર બાબુઓના સર્વિસ રેકોર્ડની કરી રહી છે સમીક્ષા, નોન પરફોમન્સ કર્મીઓને કરાશે દંડ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો મહામુકાબલો લંડનમાં ચાલી રહ્યો છે ત્યારે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તનની ટીમ હાલમાં 34 ઓવરમાં 2 વિકેટના નુકશાને 201 રન બનાવી રમી રહ્યું છે. પાકિસ્તાન તરફથી બાબર આઝમ 10 રન અને શોએબ મલીક 01 રન બનાવી રમી રહ્યા છે. જ્યારે અઝહર અલી 59 રન બનાવી અને ફકર ઝામન 114 રન બનાવી આઉટ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આજે ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરી પાકિસ્તાનને બેટીંગ સોંપી હતી.

ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ બાદ આઇસીસીની કોઇ ટુનામેન્ટની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજા સામે ટકરાઈ રહી છે. આ અગાઉ 2007માં ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાયા હતા, જેમાં ભારતનો પાંચ રને વિજય થયો હતો. ભારતીય ટીમ પ્રથમવાર ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી. 10 વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાઇ રહ્યા છે. આઈસીસી ટૂર્નામેન્ટ હિસ્ટ્રી (ટી-20 અને વન-ડે) માં બંને ટીમો 15 વખત ટકરાઈ છે. જેમાં 13 વખત ભારત અને 2 વખત પાકિસ્તાનનો વિજય થયો છે.

You might also like