ખેડૂતો હરખાવ,કાયમી કપાયેલા વીજ જોડાણના બિલ સરકારે કર્યા માફ

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે મહત્વની જાહેરાત કરી છે. કાયમી કપાયેલા વીજ જોડાણના બીલ સરકારે માફ કર્યા છે. 1 કરોડથી નીચેના બીલ માટે યોજના લાગુ કરવામાં આવશે. ખેડૂતો અને ઉદ્યોગોને યોજના લાગુ પડશે. 31 ઓગસ્ટ સુધી યાજના લાગુ પડશે.

ઉલ્લેખનીય છે કે,ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો માટે માફી યોજના જાહેર કરવામાં આવેલ છે. તેમણે કહ્યું કે, 7 લાખથી વધારે ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત સરકાર 443 કરોડ રૂપિયાની માફી આપશે. 1 કરોડથી નીચેનું બિલ ધરાવતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. ગ્રાહકોએ 3 મહિનામાં આ યોજનાનો લાભ લેવાનો રહેશે.

આપને જણાવી દઇએ કે,ઘર વપરાશ અને ખેડૂતોને મૂળ બિલની રકમમાં આશરે 50% માફી અને વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવશે. આમ, 50 ટકા રકમ ભરવાથી ગ્રાહકો પોતાનું કપાયેલું વીજ કનેક્શન પરત મેળવી શકશે. સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ભર ઉનાળે ગુજરાત રાજ્યના ખેડૂતોએ માનસિક ઠંડકનો અહેસાસ કર્યો હતો.

You might also like