સરકારે ઘઉંની આયાત ડ્યૂટી બમણી કરી દીધી

નવી દિલ્હી: સરકારે ઘઉંની સસ્તી આયાત રોકવા તથા ચાલુ વર્ષે ઘઉંના બમ્પર ઉત્પાદનને સપોર્ટ કરવાના ભાગરૂપે આયાત ડ્યૂટી બમણી કરી ૨૦ ટકા કરી દીધી છે. નોંધનીય છે કે અગાઉ ઘઉંની આયાત ડ્યૂટી ૧૦ ટકા હતી. ઘઉંના અગાઉ બમ્પર ઉત્પાદનના પગલે માર્ચમાં સરકારે ૧૦ ટકા આયાત ડ્યૂટી લગાવી હતી.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં ઘઉંની નવી આવક આવવાની શક્યતા છે. સરકારના ખેતીવાડી વિભાગના આંકડા મુજબ આ વખતે બમ્પર ઉત્પાદનની શક્યતાઓ છે.

You might also like