મનાલીના રસ્તા પર એક અનોખું ભૂત, લોકો ચઢાવે છે દારૂ-સિગરેટ

ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જવું સ્વર્ગથી પણ ઓછું નથી. પરંતુ એવી જગ્યાએ જવું ખતરનાક પણ સાબિત થઇ શકે છે. એમાથી પર્યટક સ્થળમાંથી એક છે હિમાચલ પ્રદેશ, આ જગ્યા જેટલી ખાસ છે એટલી જ બીક લાગે એવી છે. કારણ કે અહીંયા રહે છે ખાસ પ્રકારનું ભૂત. અહીંથી નિકળતા લોકો આ ભૂત માટે મિનરલ વોટર, દારબ અને સિગરેટ મૂકીને જ આગળ જાય છે.

તમને જણાવી દઇએ કે હિમાચલ પ્રદેશના મનાલી લેહ રસ્તા પર આ ભૂત રહે છે જેનું નામ છે ‘ગાટા લૂપ્સ’, જે આશરે 17000 ફીટની ઊંચાઇ પર વીરાન પહાડો અને ખામોશીની વચ્ચે વસેલી આ જગ્યા પર ભૂતનું ધર જ્યાં કોઇ જતું નથી.પરંતુ અહીંથી નિકળતા લોકો કેટલીક ચીજો મૂકીને જાય છે.

જાણવા મળી રહ્યું છે કે આશરે દશકો પહેલા અહીંયા એક ટ્રક ખરાબ થઇ ગઇ હતી. ભારે ઠંડીના કારણે આ સ્થળ પર એક ટ્રક ખરાબ થઇ ગઇ હતી. ટ્રકના લોકો ચાલતા જવા લાગ્યા અને ભારે હિમવર્ષાને કારણે રસ્તો પણ બંધ થઇ ગયો જેના લીધે ભૂખ્યા તરસ્યાથી એમનું મૃત્યુ થઇ ગયું. જેના કારણે આજે પણ એમની આત્મા ત્યાં રહેલી છે.

http://sambhaavnews.com/

You might also like