Categories: Business Trending

2019-20માં જીડીપી ગ્રોથ રેટ 7.5 ટકા રહેશેઃ વર્લ્ડ બેન્કનું અનુમાન

(એજન્સી)વોશિંગ્ટન: ભારતનો જીડીપી ગ્રોથ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વધીને ૭.૫ ટકા પર પહોંચશે એવું રોકાણમાં મજબૂતાઇના આધારે વર્લ્ડ બેન્કે અનુમાન કર્યું છે. વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે ખાસ કરીને અંગત મૂડીરોકાણ વધતાં અને તેના પગલે માગમાં પણ વધારો થતાં અને નિકાસમાં સુધારો થવાના કારણે જીડીપી વધશે તેવું. વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે. વર્લ્ડ બેન્કે દક્ષિણ એશિયા પર જારી કરેલા આ રિપોર્ટમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપી ગ્રોથ ૭.૫ ટકા રહ્યો હતો.

વર્લ્ડ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળની બેઠક પૂર્વે આ રિપોર્ટ જારી કરાયો છે. રિપોર્ટમાં જણાવાયા મુજબ પ્રથમ ક્વાર્ટરના આંકડા પરથી જાણવા મળે છે કે જીડીપી ગ્રોથ વ્યાપક રહ્યો છે. ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ વધીને ૭.૯ ટકા પર આવી ગયો છે, જોકે વર્લ્ડ બેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં હવે આગામી સરકારે નિકાસ પર આધારિત ગ્રોથ પર ધ્યાન આપવાની જરૂર છે.

વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ નજીવો વધીને ૭.૫ ટકા થવાની આશા છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે વિદેશી મોરચે ભારતની નિકાસમાં સુધારો અને ઓઇલના ભાવમાં નરમાઇના કારણે ચાલુ ખાતાની ખાધ (કેડ) જીડીપીના ૧.૯ ટકા રહેવાનું અનુમાન છે.

જ્યારે આંતરિક મોરચે રાજ્યો સહિત કોન્સોલિડેટેડ ફિસ્કલ ડેફિસિટ ૨૦૧૯ અને ૨૦૨૦ તેમજ ૨૦૨૦-૨૧માં અનુક્રમ જીડીપીના ૩.૪ ટકા રહી શકે છે. રિપોર્ટ અનુસાર જુલાઇ-૨૦૧૮માં ખાદ્ય વસ્તુઓના ભાવમાં ઘટાડો અને ઓઇલના ભાવમાં નરમાઇ સાથે રૂપિયાના એક્સચેન્જ રેટમાં ઝડપથી મોંઘવારી દરમાં ઘટાડો થયો છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago