વિદ્યાર્થીઓને નોકરી કે ઇન્ટર્નશિપ માટે ફ્રી જોબ પોર્ટલ ‘ગૂગલ કરિયર્સ’ શરૂ થયું

અમદાવાદ: ગૂગલે નોકરીવાંછુઓ માટે એક વિશેષ પ્રકારની સર્વિસ શરૂ કરી છે. આ પ્રકારની સર્વિસ અગાઉ ગૂગલ અમેરિકામાં અપનાવી ચૂકી છે, જેમાં તે સફ‌ળ રહી છે. ગૂગલ ફોર જોબ્સ ફીચરના માધ્યમથી આ સર્વિસનો લાભ લઇ શકાશે. નોકરી આપનાર અને નોકરીવાંછુ બંને માટે સમાન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

ગૂગલ ફોર જોબ્સ ફીચર હાલમાં માત્ર અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થશે. મોબાઇલથી ઉપયોગ કરવા માટે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ ગૂગલ એપના માધ્યમથી યુઝર્સ આ સર્વિસનો લાભ મેળવી શકે છે. ગૂગલ કેટલીક પ્રદેશ સરકાર સાથે મળીને પણ નોકરીવાંછુઓને મદદ કરવાની યોજના પર કામ કરી રહી છે.

ગૂગલ કરિયર્સમાં સ્ટુડન્ટ્સ માટે ખાસ સર્ચ ઓપ્શન અપાયો છે, જેમાં સ્કોલરશિપ અને ઇન્ટર્નશિપની માહિતી છે. કોલેજમાં ભણતા સ્ટુડન્ટ્સને તેમની જરૂ‌િરયાત પ્રમાણેની અોપોર્ચ્યુ‌િનટી એક જ પ્લેટફોર્મથી મળશે. સ્ટુડન્ટ્સનો જોબ સર્ચનો સમય બચશે.

ગૂગલના એકાઉન્ટમાં લોગ ઇન થઇને ગૂગલ સર્ચમાં ગૂગલ ક‌િરયર સિલેક્ટ કરીને ઉમેદવારે ફોર્મ ભરવાનું હોય છે. ત્યારબાદ તેમાં Jobs near me અથવા Jobs for fresher લખતાં જ નવા ડેશબોર્ડમાં જૉબનું લિસ્ટ દેખાશે. ગૂગલ પર નોકરીવાંછુ ઉમેદવાર જરૂરિયાત અને પસંદગીની જોબ પ્રોફાઇલ વિશે લખી શકે છે, જેમ કે પાર્ટટાઇમ કે ફુલ ટાઇમ, લૉકેશન, જૉબ ટાઇટલ અને તેના અનુભવ વિશેની માહિતી પણ લખી શકે છે. ગૂગલ ઇ-મેઇલ દ્વારા યુઝર્સ સુધી નોટિફિકેશન પહોંચાડે છે.

You might also like