દેશમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધશે

મુંબઇ: આગામી દિવસોમાં દેશભરમાં સમાન ટેક્સ સિસ્ટમ એટલે કે જીએસટીન અમલવારી થઇ રહી છે ત્યારે દેશમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધશે એટલું જ નહીં જીએસટીના કારણે ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધવાને લઇને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં મદદ મળશે.

ભારતીય ઉદ્યોગજગતના એક ખાનગી સર્વેક્ષણ અનુસાર જીએસટી આવવાના કારણે એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મોટા પ્રમાણમાં વધશે, જોકે રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હજુ પણ જીએસટીમાં પણ રેટ સંબંધી ઉદ્યોગકારો દ્વારા ચિંતા વ્યક્ત કરાઇ છે. એટલું જ નહીં જીએસટી આવ્યા બાદ ફુગાવાના દરમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

You might also like