આગામી 5 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ વરસાદનું રાજ્યમાં ફરી ધમાકેદાર આગમન થઇ શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગામી મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આગામી ચાર દિવસમાં સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ ફંટાય તેવી પણ આગાહી કરી છે.

રાજ્યમાં 25મી જુલાઈથી ડિપ્રેશનની અસર લાગુ થશે. ડિપ્રેશનની અસરથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. જ્યારે  અમદાવાદની વાત કરવામાં આવે તો આગામી ચાર દિવસમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો રાજ્યમાં આ મોસમનો કુલ 52.89 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં વરસાદની વાત કરવામાં આવે તો સિ{નનો માત્ર 22.67 ટકા જ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 77.33 ટકા અને જિલ્લામાં હજુ 79.53 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ચાલુ વર્ષે અમદાવાદ જિલ્લામાં સરેરાશ માત્ર 5.84 ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે અમદાવાદ શહેરમાં સરેરરાશ 7.28 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ધંધુકામાં સરેરાશ 10.8 ઈંચ વરસાદ નોંધાયો અને જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધોલેરામાં 40.37 ટકા નોંધાયો છે. પરંતુ હજુ પણ વરસાદની ઘટ જણાઈ રહી છે.

You might also like