રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી, તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

રાજ્યમાં ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે.. રાજ્યમાં ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે.  શહેરોના તાપમાનની વાત કરીએ તો સુરતમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી, રાજકોટમાં 39 ડિગ્રી, જામનગર 37 ડિગ્રી, ભાવનગર 39 ડિગ્રી, જૂનાગઢ 41 ડિગ્રી, ભૂજમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ ધીમે-ધીમે વધી રહ્યું છે. લોકો ભારે ગરમી અનુભવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. અમદાવાદ, રાજકોટ, ઈડર સહીત અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની પાર જઈ શકે છે.

You might also like