52 વર્ષ બાદ ભારતમાં આવી Ford Mustang GT

નવી દિલ્હી: 52 વર્ષ પહેલાં લોન્ચ થયેલી ગોર્ડની આઇકોનિક પોની કાર Mustang GT હવે ભારતમાં આવી ગઇ છે. તેની શરૂઆતી કિંમત 65 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે. સૌથી પહેલાં ભારતમાં તેને 2016 ઓટો એક્સપો પહેલાં રજૂ કરવામાં આવી હતી. આ 6th જનરેશન કારમાં 5.0 લીટરનું V8 એન્જીન આપવામાં આવ્યું છે.

આ કારમાં આપવામાં આવેલા હાઇ એન્ડ ફીચર્સ તેને વધુ દમદાર બનાવે છે. તેમાં 19 ઇંચ મેગ્નેટિક પેંટ મશિન્ડ એલ્યૂમિનિયમ વ્હીલ્સની સાથે લોન્ગ હુડ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની વચ્ચે GT બેઝની સાથે ટ્રાઇ બાર અને એલઇડી ટેલ લેપ્સ આપવામાં આવ્યા છે.

Ford Mustang GTના ભારતીય વર્જનમાં 5 લીટરનું V8 પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે જે 395bhpનો પાવર આપશે. તેમાં 6 સ્પીડ સિલેક્ટ શિફ્ટ ગિયર બોક્સ છે અને તેના 4 અલગ-અલગ ડ્રાઇવિંગ મોડ છે. તેમાં Norman, Sport +, Track અને Snow/Wet મોડ સામેલ છે.

તેનું ઇંટીરિયર સંપૂર્ણપણે બ્લેક બનાવવામાં આવ્યું છે જેમાં 8 ઇંચની ટચ સ્ક્રીન ઇનફોટેનમેંટ સિસ્ટમ આપવામાં આવી છે જે વોઇસ કમાન્ડ પણ સપોર્ટ કરે છે. આ ઉપરાંત તેમાં એડેપ્ટિવ ક્રૂઝર કંટ્રોલ, રિવર્સિંગ કેમેરા, રિયર ડિફ્યૂઝર, રેન સેંસિંગ વાઇપર્સ અને બે ફ્રન્ટ એરબેંગ્સ આપવામાં આવ્યા છે.

You might also like