ગુજરાત હાઈકોર્ટનો પ્રથમ ઐતિહાસિક ચુકાદો, એટ્રોસિટી એક્ટનાં આરોપીઓને મળ્યાં જામીન

અમદાવાદઃ એટ્રોસિટી અંગે સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદા બાદ ગુજરાત હાઈકોર્ટનાં ઈતિહાસમાં પ્રથમ વખત એટ્રોસિટી એક્ટનાં ગુનામાં મુખ્ય આરોપીઓને આગોતરા જામીન આપવામાં આવ્યાં છે.

સાબરકાંઠા જિલ્લાનાં વાડોલ ગામમાં બે જૂથો વચ્ચે થયેલાં ઝઘડામાં એટ્રોસિટીનો કેસ થયો હતો. જે અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે આપેલાં તાજેતરનાં એટ્રોસિટી એક્ટનાં ચુકાદાનાં અભ્યાસનાં આધારે અવલોકન કર્યા બાદ એટ્રોસિટી કેસમાં આગોતરા જામીન આપ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે એટ્રોસિટી એક્ટમાં આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટમાં પ્રથમ વખત બનાવ બન્યો છે. કે જેમાં સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાને ટાંકીને હાઇકોર્ટે એટ્રોસિટી એક્ટનાં ગુનામાં આરોપીઓને આગોતરા જામીન આપ્યાં છે.

જેમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલાં વાડોલ ગામમાં દરબાર અને દલિત કુટુંબ વચ્ચે થયેલાં ઝઘડામાં એટ્રોસીટીની ફરિયાદ નોંધવામાં આવી હતી અને દલિત પરિવારનો દીકરો ખુલ્લામાં શૌચ કરતો હોવાનાં કારણે દરબારોએ ઉગ્ર વિરોધ ઉઠાવ્યો હતો અને ત્યાર બાદ ભારે ઝઘડો થયો હતો.

પ્રથમદર્શી રીતે હાઈકોર્ટે આ મામલે જામીન આપી શકાય તેવાં અવલોકન કર્યું હતું. જે બાદ આપેલાં ચુકાદામાં હાઇકોર્ટે આરોપીઓનાં આગોતરા જામીન મંજુર કર્યા છે.

You might also like