આ ક્રિકેટર્સની પત્નીઓનું પહેલું ‘કરવા ચોથ’ વ્રત

અમદાવાદઃ દરેક દંપતીને કરવા ચોથના વ્રતનો અનેરો ક્રેઝ હોય છે. આ વ્રતને પતિ-પત્ની વચ્ચેના પ્રેમનો તહેવાર માનવામાં આવે છે. આજના દિવસે પત્નીઓ પોતાના પતિના લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. વાત જ્યારે પહેલી વાર આ વ્રત રાખવાની અને તહેવાર મનાવવાની આવે તો એ ઘણી ખાસ વાત બની રહે છે.

વિરાટ કોહલી સહિત કેટલાક ક્રિકેટરોનાં લગ્ન બાદ તેઓની પત્ની માટે આ પ્રથમ કરવા ચોથ વ્રત છે. જોકે આજે ટીમ ઇન્ડિયા પુણેમાં વન ડે મેચ રમવાની છે. હવે જોવાનું એ રહે છે કે આમાંની કેટલી પત્નીઓ પોતાનું વ્રત પૂરું કરી શકે છે.

વિરાટ-અનુષ્કાઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા આ વર્ષે પોતાની પ્રથમ કરવા ચોથ મનાવશે. ‘વીરુષ્કા’ નામથી પ્રખ્યાત આ કપલે ગત વર્ષે ઇટાલીના મિલાનમાં ૧૧ ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં.

ભુવનેશ્વર-નુપૂરઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમારની પત્ની નુપૂરનું પણ આ પ્રથમ કરવા ચોથ વ્રત છે. બંનેએ ગત વર્ષે ૧૨ નવેમ્બરે લગ્ન કર્યાં હતાં. નુપૂર વ્યવસાયે એન્જિનિયર છે.

કુણાલ પંડ્યા-પંખુરીઃ બરોડાનો ઓલરાઉન્ડર કુણાલ પંડ્યા પણ આ વર્ષે લગ્નનાં બંધનમાં બંધાયો છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડ પંખુરી શર્મા સાથે ગત વર્ષે ૨૭ ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. પંખુરીનું આ પ્રથમ કરવા ચોથ વ્રત છે.

મયંક અગ્રવાલ-આશિતાઃ કર્ણાટકના બેટ્સમેન મયંક અગ્રવાલ અને આશિતા સૂદનાં લગ્ન પણ આ વર્ષે જૂનમાં થયાં છે. આશિતા બેંગલુરુ પોલીસના પૂર્વ અધિકારી પ્રવીણ સૂદની પુત્રી છે. લંડનમાં મયંકનાં લગ્ન થયાં હતાં.

You might also like