નવા વર્ષે પ્રથમ લિસ્ટિંગઃ પીએનબી હાઉસિંગ ફાઈનાન્સમાં ૧૪ ટકા રિટર્ન

અમદાવાદઃ આજે પંજાબ નેશનલ બેન્ક દ્વારા પ્રમોટ થયેલ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું. રોકાણકારને સાધારણ ૧૪ ટકા રિટર્ન મળ્યું હતું. કંપનીએ રૂ. ૭૭૫ના ભાવે શેર ઈશ્યૂ કર્યો હતો. આજે શરૂઆતે રૂ. ૮૮૮ના ભાવે લિસ્ટ થયો હતો, જોકે એક તબક્કે નીચા ભાવે ખરીદી આવતાં આ શેર ૮૯૯ની સપાટીએ પણ પહોંચી ગયેલો જોવા મળ્યો હતો. કંપનીએ આઇપીઓ મારફતે રૂ. ૩૦૦૦ કરોડ એકઠા કર્યા હતા.

You might also like