સરકાર વિરુદ્ધ RBI: ડેપ્યુટી ગવર્નર પર નાણાં મંત્રાલયનો વ્યંગ

નવી દિલ્હી: મોદી સરકાર અને આરબીઆઇ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો હોવાનું દેખાય છે. આ વખતે નાણાં મંત્રાલયના ટોચના એક અધિકારીએ આરબીઆઇના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્ય સામે તાજેતરમાં વ્યંગ કર્યો છે. વિરલ આચાર્યેએ પોતાના વ્યાખ્યાનમાં આરબીઆઇની સ્વાયત્તતા પર સરકારની દખલની ટીકા કરી હતી.

આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગને આરબીઆઇ સાથેના સંબંધોનું મોનીટરીંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ ગર્ગ તાજેતરમાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યની ટીપ્પણી પર વ્યંગ કરતાં જણાવ્યું છે કે અત્યારે તો બૃહદ આર્થિક સંકેતોમાં સુધારો જોવા મળી રહ્યો છે અને વિનિમય દર પ્રતિ ડોલર રૂ.૭૩થી પણ મજબુત થઇ ગયો છે.

બ્રેન્ટ ક્રૂડ ૭૩ ડોલરથી નીચી આવી ગયું છે આ સપ્તાહ દરમ્યાન માર્કેટ ચાર ટકા ઉપર રહ્યું છે. બોન્ડ યીલ્ડ ૭.૮ ટકાથી નીચે આવી ગયો છે.

શું આજ બજારનો આક્રોશ છે? આશ્ચર્યની વાત એ છે કે નાણાં મંત્રાલય અને રીઝર્વ બેન્ક વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે બે દિવસ પહેલાં જ નાણાં મંત્રાલયે એવું જાહેર કર્યું હતું કે કાયદાના દાયરામાં આરબીઆઇની સ્વાયત્તતા મહત્વપૂર્ણ છે.

You might also like