પેટ્રોલ-ડીઝલની કિંમતને લઇને નાણામંત્રીએ આપ્યા સંકેત..

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે અને  આ કારણે દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલની સતત વધતી કિંમતોથી જલ્દી જ રાહત મળવાના કોઇ સંકેત નથી બજેટ બાદ GST પરિષદથી રાહતની આશા કરી રહેલી સામાન્ય જનતા નિરાશ થઇ શકે છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ આ મામલે જણાવ્યું કે રાજ્ય પેટ્રોલ અને ડિઝલને GSTમાં સામેલ કરવા તૈયાર નથી.. જો કે તેમણે આશા વ્યકત કરી છે કે કુદરતી ગેસ, રિયલ એસ્ટેટ પહેલા GSTમાં સામેલ કરી શકે છે. તેના પછી પેટ્રોલ અને ડિઝલનો નંબર આવી શકે છે. જેટલીએ કહ્યું કે કુદરતી ગેસ, રિયલ એસ્ટેટ બાદ પેટ્રોલ, ડિઝલ અને આલ્કોહોલને પણ GSTમાં સામેલ કરી શકે છે.

You might also like