ક્રિપ્ટો કરન્સીના મામલે નાણાં વિભાગે કમિટી બનાવી

મુંબઇ: બિટકોઇન ક્રિપ્ટો કરન્સીનો ક્રેઝ સમગ્ર દુનિયામાં વધી રહ્યો છે. બે સપ્તાહથી બિટકોઇનના ભાવમાં જે રીતે ઉછાળો આવ્યો છે તેના કારણે યુવા વર્ગમાં ઇન્કવાયરી વધી છે, જોકે બિટકોઇનનાં રોકાણને સત્તાવાર માન્યતા નહીં હોવાના કારણે આરબીઆઇએ રોકાણકારોને સાવચેત કર્યો છે ત્યારે ‘બિટકોઇન’ અંગે સરકારની સ્થિતિ નક્કી કરવા નાણાં વિભાગે એક કમિટીની રચના કરી છે. આ કમિટી સરકારને સૂચનો અને ભલામણ કરશે.

દરમિયાન બિટકોઇનના ભાવમાં આવેલા ઉછાળા બાદ આવકવેરા વિભાગે વિભિન્ન કરન્સી એક્સચેન્જમાં સર્વે પણ કર્યો હતો, જેમાં વિભાગ દ્વારા ટેક્સ ચોરીની સંભાવનાને પણ ચકાસવામાં આવી હતી. વિભાગે દેશના નવા મોટા એક્સચેન્જમાં ઓપરેશન કર્યું હતું, જેમાં દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, કોચિ અને ગુરુગ્રામમાં આવેલાં એક્સચેન્જ સામેલ છે.

નોંધનીય છે કે અગાઉ નાણાવિભાગ દ્વારા બનાવેલી કમિટીએ બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સી ઉપર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી એટલું જ નહીં આ કરન્સીમાં જે રીતે ભાવ ઉછાળો આવ્યો છે તે જોતાં દુનિયાભરના બેન્કરોએ ચિંતા વ્યક્ત કરી હતી.

You might also like