સેલિબ્રિટી વચ્ચે લડાઈઃ સવાલ એક થપ્પડનો…

તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની ટૂરથી પાછા ફરતી વખતે કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માએ ફ્લાઇટમાં ખૂબ જ હંગામો કર્યો હતો. તેણે તેના સાથી કલાકાર સુનીલ ગ્રોવર સાથે ગાળાગાળી કરી અને લાફો પણ માર્યો, જોકે સેલિ‌િબ્રટીઝની દુનિયામાં આ ઘટના નવી નથી. બોલિવૂડમાં આ પહેલાં એવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે, જ્યારે સેલિ‌િબ્રટીઝે એકબીજા સાથે ઝઘડો કર્યો હોય અથવા એકબીજાને થપ્પડ મારી દીધી હોય.

રણબીર કપૂર અને સલમાન ખાન
રણબીર કપૂર તે સમયે ટીનેજર હતો, જ્યારે તે એક રેસ્ટોરાંમાં સલમાન ખાન સાથે ઊલઝી પડ્યો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા સલમાને રણબીરનો કોલર પકડ્યો અને તેના ગાલ પર તમાચો મારી દીધો. જ્યારે આ અંગે સલમાનના પિતા સલીમ ખાનને જાણ થઇ ત્યારે તેમણે ઋષિ કપૂરના ઘરે જઇને માફી માગી.

ઐશ્વર્યા-કેટરીના, સતીશ અને સુભાષ v/s સલમાન
સલમાને તે સમયે ઐશ્વર્યાને થપ્પડ મારી જ્યારે બંનેના સંબંધો નાજુક બન્યા હતા એટલું જ નહીં, સલમાન તો કેટરિના કૈફ પર પણ હાથ ઉપાડી ચૂક્યો છે. ફિલ્મ ‘તેરે નામ’ના સેટ પર સલમાને ડિરેક્ટર સતીશ કૌશિકને તમાચો માર્યો હતો. સલમાન ખાનના ગુસ્સાનો શિકાર સુભાષ ઘાઇ પણ બની ચૂક્યા છે. સલમાન ઇચ્છતો ન હતો કે ઐશ્વર્યા ઘાઇની ફિલ્મમાં કામ કરે. એક પાર્ટી દરમિયાન સલમાને સુભાષ ઘાઇને થપ્પડ મારી હતી ત્યારે પણ સલીમ ખાને સુભાષ ઘાઇની માફી માગી હતી.

શાહરુખ ખાન અને શિરીષ કુંદર
સંજય દત્તે પોતાની ફિલ્મ ‘અગ્નિપથ’ની સક્સેસ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની લગભગ દરેક મોટી વ્યક્તિ હાજર હતી. પાર્ટીમાં શાહરુખ ખાન અને ફરાહનો પતિ શિરીષ કુંદર પણ હાજર હતો. શિરીષે શાહરુખની આગામી ફિલ્મ ‘રા.વન’ ને લઇને કોઇ કોમેન્ટ કરી, શાહરુખ તે સહન ન કરી શક્યો અને શિરીષને થપ્પડ મારી દીધી.

સોહેલ ખાન અને વરુણ ધવન
એક વાર સાેહેલ ખાન અને વરુણ ધવન વચ્ચે કોઇક વાતને લઇને ઉગ્ર ચર્ચા થઇ. વાત એ હદે વકરી કે સોહેલે વરુણને થપ્પડ મારી દીધી, જોકે બંનેમાંથી કોઇએ આ ઘટનાનો ખૂલીને સ્વીકાર કર્યો નથી. એક સત્ય એ પણ છે કે આગ લાગ્યા વિના ધુમાડો આવતો નથી.

અંકિતા લોખંડે અને સુશાંતસિંહ
ઓગસ્ટ-ર૦૧પના રોજ એક પાર્ટીમાં જ્યારે સુશાંતસિંહ રાજપૂતે વધુ દારૂ પી લીધો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ તેને થપ્પડ મારી દીધી હતી. એ સમયે અંકિતા સુશાંતની લિવ-ઇન પાર્ટનર હતી. લગભગ એકાદ મહિના પહેલાં આ બંનેનું બ્રેકઅપ થઇ ચૂક્યું છે.

રણવીર શૌરી અને પૂજા ભટ્ટનો ભાઇ રાહુલ
રણવીર શૌરી ક્યારેક પૂજા ભટ્ટ સાથે લિવ-ઇન રિલેશન‌િશપમાં રહેતો હતો, પરંતુ તેમની આ નિકટતા પૂજાના ભાઇ રાહુલ ભટ્ટને બિલકુલ પસંદ ન હતી. તે હંમેશાં આ માટે પૂજાને ટોક્યા કરતો. રાહુલની આ રીતે પૂજાની લાઇફમાં દખલ રણવીરને પસંદ ન હતી. એક દિવસ ગુસ્સામાં આવીને તેણે રાહુલને થપ્પડ મારી દીધી.

http://sambhaavnews.com/

You might also like