કાશ્મીરની હાલાત માટે નહેરુથી લઇને મોદી સુધીની કેન્દ્ર સરકાર જવાબદાર: મહેબૂબા

નવી દિલ્હી: સ્વતંત્રા દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલા કિલ્લા પરથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની પણ ચર્ચા કરી, તો જમ્મુ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શ્રીનગરના કેન્દ્રને સાધ્યુ છે. મુફ્તીએ કાશ્મીરની હાલત માટે સીધી રીતે કેન્દ્ર સરકાર અને તેમની નીતિઓને દજવાબદાર ગણાવ્યા છે.

ઝંડો લહેરાવ્યા પછી પોતાના સંબોધનમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં હાલમાં જે હાલાતા છે તેના માટે જવાહરલાલ નહેરુથી લઇને વર્તમાન સુધી કેન્દ્રીય નેતૃત્વ જવાબદાર છે. બંદૂક આતંકવાદીની હોય કે આપણી બંદૂકોથી કોઇ સમસ્યાનો ઉકેલ થશે નહીં.

પીડીપી ભાજપ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહેલી મહેબૂબા મુફ્તીએ કાશ્મીર હિંસા પર દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું તમને વચન આપું છું કે જે લોકોએ સુરક્ષા દળો અને પોલીસકર્મીઓના નિર્દેશોનું પાલન કરયું નથી , તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે’. મહેબૂબાએ આગળ કહ્યું કે, ‘અથડામણો પહેલા પણ થતી હતી. આગળ પણ થશેપરંતુ મને એ સમજણ પડતી નથી કે મારી સરકારની શું ભૂલ છે.?’

You might also like