ટ્રાઈએ જારી કરી ટ્રાયલ એપઃ પસંદગીની ચેનલ મેળવીને ટોટલ બિલ જાણી શકાશે

(એજન્સી) નવી દિલ્હી: હવે એપ્લિકેશન દ્વારા સબસ્ક્રાઈબર્સ જાણી શકશે પોતાની પસંદગીની ચેનલ પર કેટલું પેમેન્ટ કરવાનું છે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ ડીટીએચ અને કેબલ ટીવીના સબસ્ક્રાઈબર્સની સુવિધા માટે એક વેબ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ દ્વારા તેઓ પોતાના સબસ્ક્રિપ્શન ટેક્સ અને તેની કિંમતોનો અંદાજ લગાવી શકશે. ટ્રાઈએ આ પહેલ ૧ જાન્યુઆરીથી લાગુ થતા નવા ટેરિફ પ્લાનના લાગુ થતા પહેલા દર્શકોની મૂંઝવણને દૂર કરવા માટે કરી છે.

સબસ્ક્રાઈબર્સને એપ્લિકેશન પર પોતાની પસંદગીની તમામ પેડ ચેનલ, ફ્રી ટુ એર ચેનલ્સ, એસડી ચેનલ્સ અને અનિવાર્ય ચેનલ સિલેક્ટ કરવાની હોય છે. ત્યાર બાદ એપ આ સબસ્ક્રાઈબર્સને તેમના ટીવી બિલ અંગે જણાવે છે.
આ ઉપરાંત એપ્લિકેશન એ પણ જણાવશે કે તમારું ટીવી બિલ કેવી રીતે ઘટાડી શકાય.

ટ્રાઈએ એપ્લિકેશનની ટેકનિકલી રીત અંગે જણાવતાં કહ્યું કે આ ખૂબ જ સરળ છે. તેમાં તમારી પસંદગીની ચેનલ એ જ રીતે જોડી શકાશે જેવી રીતે શોપિંગ કાર્ડ પર ગ્રાહક પોતાની પસંદગીનો સામાન એડ કરે છે. તમામ ચેનલને એક વખત એડ કરી લીધા બાદ અંતિમ પ્રાઈઝ દર્શાવાશે. આ વેબ એપ્લિકેશન છે https://channel.trai.gov.in/. સમગ્ર પ્રોસેસની પ્રિન્ટ કાઢી શકાશે

ટ્રાઈની આ એપ્લિકેશન પર તમારી પસંદગીની ચેનલ્સ સિલેક્ટ કર્યા બાદ બિલ ડિસ્પ્લે થાય છે. સબસ્ક્રાઈબર્સ તેની પ્રિન્ટ કાઢી શકે છે. આ પ્રિન્ટ પોતાના સર્વિસ પ્રોવાઈડર્સને આપવામાં આવે છે. જેના કારણે આપણી પસંદગીની ચેનલ્સ જોવામાં સરળતા રહે છે. ટ્રાઈએ આ એપ્લિકેશન ફક્ત ટ્રાયલ માટે જારી કરી છે. નવી ચેનલ્સને સબસ્ક્રાઈબર્સ કરવા માટે સબસ્ક્રાઈબર્સે પોતાના સર્વિસ પ્રોવાઈડરનો કોન્ટ્રેક્ટ તો કરવો જ પડશે.

You might also like