રેલવેની નવી સ્કિમ, વેટિંગ ટિકિટધારકોને મળશે અન્ય ટ્રેનની કન્ફર્મ બર્થ

નવી દિલ્હીઃ વેઇટિંગ ટિકિટ ધારકો માટે રેલવે નવા વર્ષે નવી ગિફ્ટ લઇને આવી રહ્યું છે. હવે ટ્રેનમાં એકોમોડેશનની સ્કીમ તમામ ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે. તેનો ફાયદો એ થશે કે વેટિંગ ટિકિટ ઘારાકોને અન્ય ટ્રેનોમાં સીટો ખાવી રહેવા પર કન્ફર્મ બર્થ પ્રાપ્ત થશે. ખાસ વાત તો એ છે કે મેલ/ એક્સપ્રેસની ટિકિટ પર રાજધાની, શતાબ્દી તેમજ દૂરની ટ્રેનો જેવી વિશેષ ટ્રેનોમાં પણ યાત્રા કરવાની તક આ સ્કીમમાં મુસાફરોને પ્રાપ્ત થશે.

ઉત્તર રેલવે ઝોન તેમજ દિલ્હી-હાવડા, દિલ્હી-મુંબઇ, દિલ્હી ચૈન્નઇ, દિલ્હી-બેંગ્લોર, દિલ્હી-સિંકદરાબાદ રૂટ પર મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં વિકલ્પ સ્કીમમાં પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ રેલવેએ આ સ્કીમને તમામ ટ્રેનોમાં અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં રાજધાની, શતાબ્દી, દૂરના અંતરની ટ્રેનોમાં આ યોજનાનો અમલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ નવા વર્ષે એટલે કે પહેલી જાન્યુઆરીથી આ વિકલ્પ યોજનાને તમામ ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે.

રેલવે વિભાગના સેન્ટર ફોર રેલવે ઇન્ફરકમેશન સિસ્ટમે જણાવ્યું છે કે એક જાન્યુઆરી સુધીમાં આ સ્કીમ દરેક ટ્રેનોમાં લાગુ કરવાનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે. તમામ રેલવે ઝોનને પણ આ બાબતે  તૈયારી પૂરી કરવા અંગે જણાવ્યું છે. જો કે વિકલ્પ સ્કીમમ માટે તમારે ટિકિટ બુક કરતી વખતે રેલવેને જણાવવાનું રહેશે કે જો તમારી વેઇટિંગ ટિકિટ તે જ ટ્રેનમાં કન્ફર્મ ન થાય અન્ય અન્ય ટ્રેનની સીટ ખાલી હોય તો બર્થ આપવામાં આવશે.

રેલવેના નવા નિયમમાં એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તે વેટિંગ ટિકિટમાં કોઇ પણ ટ્રેનમાં જગ્યા ખાલી હોય તો રેલવે યાત્રી બર્થ પ્રાપ્ત કરી શકે છે. મેલ એક્સપ્રેસ અને આરક્ષિત વેટિંગ ટિકિટધારકોને રાજધાની અને અન્ય દૂરોગામી ટ્રેનમાં બર્થ ખાલી હોવા પર કોઇ પણ પ્રકારના વધારાના ચાર્જ વગર કન્ફર્મ ટિકિટ પ્રાપ્ત થશે. તેના માટે મુસાફરે કોઇ પણ પ્રકારનો વધારાનો ચાર્જ ચુકવવાનો નહીં રહે. ફ્લેક્સી ફેરના કારણે રાજધાની, શતાબ્દી અને દૂરોગામી ટ્રેનોમાં સીટો ખાલી રહેતી હતી. જેના કારણે રેલવેને નુકશાન થતું હતું. હવે આ વિકલ્પથી રેલવેને થોડી રાહત પણ થશે.

home

You might also like