યોગી રાજમાં સરકારી અધિકારીઓ માટે ડ્રેસ કોડઃ જિન્સ-ટી શર્ટ પર પ્રતિબંધ

લખનૌ: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની નવી સરકાર દ્વારા કેટલીય બાબતો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની અસર હવે દેખાવા લાગી છે. હવે ઉત્તર પ્રદેશના કોઈ પણ કાર્યાલયમાં ટી શર્ટ અને જિન્સ પહેરનાર સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

સુલતાનપુરના મુખ્ય વિકાસ અધિકારીએ અપર સ્ટેટેસ્ટિક અધિકારીને જિન્સ પેન્ટ પહેરીને કાર્યાલયમાં આવતા નોટિસ પકડાવી દીધી છે. આમ હવે યોગી રાજમાં અિધકારી માટે ડ્રેસ કોડ લાગુ પડી ગયો છે અને જિન્સ ટી શર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે સરકાર દ્વારા કાર્યાલયના સમય દરમિયાન અધિકારીઓને કર્મચારીઓ માટે ટી શર્ટ અને જિન્સ પેન્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

યોગી સરકારે માત્ર અધિકારીઓને જ નહીં, પરંતુ સરકારી શાળાઓમાં શિક્ષકોને પણ ફોર્મલ કપડાં પહેરીને આવવા અને વર્ગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવા સલાહ આપી છે. આ અગાઉ વિદ્યાર્થીઓને પણ સમયસર સ્કૂલ આવવા અને મોબાઈલનો ઉપયોગ નહીં કરવા સૂચના આપવામાં આવી છે. તાજેતરની સૂચના અનુસાર પ્રાઈમરી શાળાના શિક્ષકો હવે ક્લાસરૂમમાં મોબાઈલ લઈને જઈ શકશે નહીં અને જો આવું શક્ય ન હોય તો મોબાઈલને સાઈલન્ટ મોડ પર રાખવો ફરજિયાત બની ગયો છે. આ ઉપરાંત વર્ગ અને સ્કૂલની સફાઈની જવાબદારી પણ શિક્ષકોને સોંપવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like