રાજકોટ: યુવતી પાસેથી થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, મિત્રને આર્થિક મદદ કરવા રચ્યું હતું નાટક

રાજકોટમાં સોની બજારમાં યુવતી પાસેથી 5.30 લાખની લૂંટ મામલે ભેદ ઉકેલાઈ ગયો છે. યુવતીએ તેના મિત્રને આર્થિક મદદ કરવા માટે આ નાટક રચ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં યુવતીના આ સમગ્ર નાટકનો ભાંડો ફુટી ગયો હતો. યુવતીએ તેના કાકા પાસે રૂપિયા માગ્યા હતા.

જેથી તેના કાકાએ આંગડિયા દ્વારા 5.30 લાખ રૂપિયા મોકલ્યા હતા. જે રૂપિયા લેવા માટે યુવતી અને તેનો ભાઈ ગયો હતો. આ દરમિયાન યુવતીએ તેના ભાઈને કહ્યું કે એક્ટિવાની ચાવી ખોવાઈ ગઈ છે. જેથી યુવતીનો ભાઈ ચાવી બનાવવા માટે ગયો હતો.

તે દરમિયાન યુવતીએ તેના મિત્રને રૂપિયા આપી દીધા હતા અને બાદમાં હાથમાં બ્લેડના ચેકા મારીને બે શખ્સોએ માર મારીને લૂંટ ચલાવી હોવાનું નાટક રચ્યું હતું. જોકે પોલીસ પૂછપરછમાં યુવતી ભાંગી પડી અને સત્ય બહાર આવ્યું હતું.

You might also like