મિલકત ટ્રાન્સફર સમયે ડેવલપરે ‘કોઈ હક નથી’ તેવી બાંયધરી આપવી પડશે

અમદાવાદ: રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)એ મિલકત ખરીદનારના હક માટે વધુ એક સ્પષ્ટ ગાઇડલાઇન બાબતે ગઇ કાલે પરિપત્ર જાહેર કર્યો છે તે મુજબ હવે કોઇ પણ મિલકત વેચાણ આપનારે મિલકત ટ્રાન્સફર વખતે મિલ્કત પર તેમને કોઇ હક નથી. તેવી બાહેધરી આપવી પડશે.

ડેવલપર્સ કે પ્રમોટર્સ દ્વારા રજૂ થતા દસ્તાવેજોમાં અનેક વિસંગતતા અને ક્ષતિઓ જોવા મળવાની ફરિયાદોના પગલે રેરાએ રજિસ્ટ્રેશન માટે રજૂ થતા લિગલ દસ્તાવેજો માટેની ગાઈડલાઇનને વધારે સ્પષ્ટ કરતો પરિપત્ર જાહેર કર્યો છે.

પ્રમોટર કે મૂળ માલિકને પ્રોજેક્ટની જમીન મિલકત તેને ખરીદનાર અને એસોસીએેશનને ટ્રાન્સફર કર્યા પછી ખરીદી કરનારનાં કોઇ હિતને નુકસાન થાય તેવા કોઇ પણ પ્રકારના હક રહેતા નથી તેવી સ્પષ્ટતા સાથે પ્રફોર્મા ફોર સેલ ડીડમાં બાંયધરી આપવી પડશે.

એટલું જ નહીં પ્રફોર્મા ફોર સેલ ડીડમાં વેચાણ દસ્તાવેજમાં જમીન માલિકો, ડેવલપર કે હિત સંબંધ ધરાવતી તમામ વ્યક્તિઓએ વેચાણ આપનાર કે કન્ફર્મિંગ પક્ષકાર તરીકે જોડાવા અંગે સ્પષ્ટતા કરવી પડશે.

જમીનની માલિકીના હકો ધરાવનાર અને ડેવલપર વચ્ચે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ ફરજિયાત કરાયું છે જેમાં માર્કેટિંગ, બુકિંગ, વેચાણના હકની સ્પષ્ટતા ફરજિયાત છે. આ ઉપરાંત એલોટમેન્ટ લેનાર સાથે વેચાણ કરાર ત્રિપક્ષી થશે જેના જમીન માલિક અને ડેવલપર કન્ફર્મિંગ પાર્ટી બનશે.

એલોટમેન્ટ લેટરમાં પ્રોજેક્ટ અંગેની જમીન, પ્રોજેક્ટ કારપેટ એરિયા, વેચાણ કિંમત એગ્રીમેન્ટ ફોર સેલની શરત સ્પષ્ટ લખવી પડશે. જેમાં એલોટમેન્ટ લેટર અમલમાં રહેવાની અને કેન્સલેશન હોય તેના રિફંડની વિગત સ્પષ્ટ કરવી પડશે.

You might also like