ટેક્સાસની મસ્જિદનો આગમાં વિનાશ

ટેક્સાસ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના એક્ઝિક્યૂટિવ ઓર્ડ સાઇન કર્યાના થોડાક કલાકો જ બાદ ટેક્સાસની એક મસ્જિદમાં આગ ફેલાઇ ગઇ હતી. આ એ જ મસ્જિદ છે જે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના ગુસ્સાનો શિકાર બનતી આવી છે અને એક અઠવાડિયા પહેલા અહીંયા ચોરીની ઘટના બની હતી. જાન્યુઆરી મહિનામાં આ બીજી ઘટના છે જ્યાં એક મસ્જિદને બરબાદ કરી દેવામાં આવી છે.

શનિવારે મોડી રાતે 2 વાગ્યે એક સ્ટોરના ક્લર્કએ ઇસ્લામિક સેન્ટર ઓફ વિક્ટોરિયાથી આગની લપેટ અને ધુમાડો દેખ્યો. આ ક્લર્કે ફરી ફાયર ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો. ઇસ્લામિક સેન્ટરના પ્રેસિડેન્ટ શાહિદ હાશમીએ કહ્યું કે ત્યાં ઊભા રહીને મસ્જિદને પડતાં જોવી ખૂબ જ દુખદ હતું. આગ ખૂબ જ મોટી હતી અને મસ્જિદનો પૂરી રીતે નાશ થઇ ગયો છે.

આ મસ્જિદનું નિર્માણ વર્ષ 2008માં થયું હતું. આ ઘટનામાં કોઇના ઘાયલ થવાની કોઇ જાણકારી નથી. જાણવા મલી રહ્યું છે કે આશરે 4 કલાક બાદ આગને કાબૂમાં લવાઇ. હાશમી છેલ્લા 32 વર્ષથી વિક્ટોરિયામાં રહી રહ્યા હતાં. લોકોએ ઘટના બાદ તેમણે અસ્થાયી રીતે પ્રાર્થના માટે જગ્યા આપવાની રજૂઆત કરી છે. આ પહેલા 7 જાન્યુઆરીએ ઓસ્ટિનના લેક ટ્રાવિસની પાસે એક અંડર કન્ટ્રક્શન મસ્જિદને પણ સળગાવી દેવામાં આવી હતી.

You might also like