આખા દિવસના ડ્રામા બાદ રાત્રે લાલજી પટેલની ધરપકડ

મહેસાણાઃ મહેસાણામાં સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટલે જેલભરો આંદોલન દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે 15 દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇ જતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો પ્રસ્તાવ તેમણે મૂક્યો હતો. પ્રસ્તાવના 12 કલાક સુધી ચાલેલા ડ્રામાથી કંટાળીને લાલજીભાઇની પત્ની રંજનબેને હોબાળો કરતા રાત્રીના સમયે પોલીસ કાફલો દવાખાને દોડી આવ્યો હતો અને સિવીલ તબીબના રિપોર્ટને આધારે લાલજી પટેલનું નિવેદન લઇ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લાલજી પટેલની ધરપકડના પગલે લોકો હોસ્પિટલ ધસી આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે જેલભરો આંદોલન દરમ્યાન માથામાં ઇજા થવાને કારણે 15 દિવસથી લાયન્સ હોસ્પિટલમાં લાલજી પટેલ સારવાર હેઠળ હતા. સ્વસ્થ થતાની સાથે જ તેમણે આત્મસમર્ણપની વાત કરી હતી.

હોસ્પિટલમાં પણ પોલીસની નજરકેદમાં હતા લાલજી પટેલઃ જેલભરો આંદોલન દરમિયાન માથામાં થયેલી ઇજાને પગલે છેલ્લા 15 દિવસથી મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ધરપકડ ટાળવા મંગળવારે પોલીસ સામે આત્મસમર્પણ કરવાનું જણાવ્યું હતું. ગઇ કાલે ડોક્ટર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધુ હોવા છતાં દિવસ દરમ્યાન પોલીસ ન આવતા આખરે કંટાળીને લાલજી પટેલના પત્નીએ હોબાળો કરતા પોલીસે લાલજી પટેલની ઘરપકડ કરી છે. જેલભરો આંદોલન હેઠળ અત્યાર સુધી 22 લોકની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 21 જણાએ સેસશન કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેમની જામીન અરજી પર આજે સુનાવણી છે.  તો મંગળવારે મોડી રાત્રે ઘરપકડ થયા બાદ લાલજી પટેલે નિવેદન આપ્યું છે પોલીસે પાટીદારો પર ખોટા કેસ કર્યા છે જેને કારણે તેઓ જામીન લેશે નહીં.

 

 

 

 

You might also like