ડાર્લિંગ એક્સચેન્જ બન્યું સ્પગેટી બાઉલ

પાસ્તા, સ્પગેટી અને નૂડલ્સના સ્વાદ રસિકો માટે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ધ ડાર્લિંગ એક્સચેન્જ નામનું છ માળનું અનોખું બિલ્ડિંગ બનાવાયું છે. આ ડાર્લિંગ હાર્બર વિસ્તારની ૨૨૯ અબજના તોતિંગ ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે. તેના ભાગરૂપે આ અનોખું બિલ્ડિંગ પણ બન્યું છે. આ ઈમારત બહારથી જોતાં સ્પગેટીના છલોછલ ભરેલા બાઉલ જેવી દેખાય છે. જાપાનની આર્કિટેક્ટ કંપનીએ આ બિલ્ડિંગ ડિઝાઈન કરી છે.

You might also like