ઈન્વેસ્ટમેન્ટ સાઈકલની હાલની તેજી 2022-23 સુધી જારી રહેશેઃ RBI

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર અર્થશાસ્ત્રીઓએ ઇકોનોમીમાં સ્લો ડાઉનને લઇને ચિંતા કરવાની જરૂર નથી. આરબીઆઇ સ્ટાફની સ્ટડી અનુસાર ઇન્વેસ્ટમેન્ટ સાઇકલમાં વર્તમાન તેજીનો દોર ૨૦૨૨-૨૩ સુધી જારી રહેશે, જોકે ઇન્ફ્લેશન એડજસ્ટેડ રિયલ લેડિંગ રેટમાં વધારો થવાના કારણે ઇન્વેસ્ટમેન્ટ પર દબાણ ચાલુ રહેશે.

વર્તમાન નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં રિયલ જીડીપી ગ્રોથમાં ભારે ઉછાળો, બેન્ક ક્રેડિટ ગ્રોથમાં તેજી અને સ્ટોક માર્કેટમાં મજબૂતી જેવાં પરિબળો ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી ટકાઉ રહેશે તેના સંકેતો આપે છે, જોકે ગ્લોબલ ફ્રંટ અને ફાઇનાન્શિયલ માર્કેટ પર જે અનિશ્ચિતતા ઊભી થશે તેના કારણે સ્થિતિમાં વણસી શકે છે.

૨૦૧૬-૧૭થી શરૂ થયેલ ઇન્વેસ્ટમેન્ટ સાઇકલમાં તેજીનો પ્રવાહ ૨૦૨૨-૨૩ સુધી ટકી રહેશે. આ અનુમાન આરબીઆઇ મોનેટરી પોલિસી ડિપાર્ટમેન્ટમાં સિનિયર અધિકારી જનકરાજ, સત્યાનંદ સાહુ અને શિવશંકરના રિસર્ચ પેપરમાં આપવામાં આવ્યું છે. ઇન્વેસ્ટમેન્ટનો રેટ હાલ ૩૧.૪ ટકા છે તે વધીને ૩૩ ટકા સુધી જઇ શકે છે.

રિસર્ચ પેપરમાં એ જાણવા માટે ઇન્વેસ્ટમેન્ટ પેટર્નનું વિશ્લેષણ કરાયું છે કે સાઇકલિકલ અથવા નોન સાઇકલિકલ અથવા ટ્રેન્ડ ફેક્ટર્સને લઇને તેમાં કેટલી તેજી આવી શકે છે. રિસર્ચ પેપર અનુસાર ૨૦૧૧-૧૨ બાદ ઇન્વેસ્ટમેન્ટમાં આવેલી તેજીમાં સાઇકલિકલ ફેક્ટરથી વધુ ટ્રેન્ડ ફેક્ટર્સનું યોગદાન રહ્યું છે.

આ રિસર્ચ પેપરમાં ઇઝ ઓફ ડુઇંગ વધુ સારું બનાવવા, ડિસ્ટ્રેસ્ડ એસેટનો જલદી નિકાલ લાવવા, બેન્કિંગ સેક્ટરની એનપીએ સમસ્યા દૂર કરવા અને અટવાયેલા પ્રોજેક્ટમાં તેજી લાવવા જેવા કેટલાક નીતિગત પગલાં ભરવા સૂચન કરાયાં છે.

You might also like