લોકસભામાં ક્રિમિનલ લો બિલ પાસ, હવસખોરોને દુષ્કર્મ કેસમાં થશે ફાંસી

ન્યૂ દિલ્હીઃ લોકસભામાં ક્રિમીનલ લો બિલ 2018 પાસ કરાયું. હવે આ બિલને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે અને ત્યાં પાસ થયા બાદ આ કાયદો કાયદેસરની માન્યતાવાળો કહેવાશે. નવો કાયદો અમલમાં આવવાંથી 12 વર્ષથી નાની ઉંમરની કિશોરી પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ આ બિલ પર ચર્ચા વખતે કહ્યું કે, બળાત્કારની ઘટનામાં પીડિતાને મફત સારવાર મળશે અને હોસ્પિટલે તુરંત પોલીસને જાણ પણ કરવાનું રહેશે. સભ્ય સમાજમાં મહિલાઓ, બહેનો અને બેટિઓની સુરક્ષાની નૈતિક જવાબદારી એ આપણી છે અને સરકાર શારિરીક શોષણનાં કેસમાં તમામ પીડિતાઓને ન્યાય અપાવવા માંગે છે.

રિજિજૂએ પણ જણાવ્યું કે, આ કાયદાને લઈને હવેથી કોઈ પણ પીડિતાને સવાલ કરી શકશે નહીં. આઈપીસીની પરિભાષા હેઠળ, 16 વર્ષથી ઓછી ઉંમરની બાળકીની જગ્યાએ મહિલા શબ્દ પણ પ્રયોગ કર્યો હતો. જો કે ઓવૈસીએ આ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલને પાસ કરાવવા મોદી સરકારે વિશેષ પહેલ કરી હતી.

12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મનાં દોષીઓને ફાંસીની સજાનું બિલ સોમવારનાં રોજ લોકસભામાં પસાર થઇ ગયું છે. અપરાધિક કાયદા વિધેયક આ વર્ષે 21 એપ્રિલનાં રોજ લાવવામાં આવેલ અધ્યાદેશની જગ્યા લેશે. જો કે આ બિલને હજી સુધી રાજ્યસભાથી મંજૂરી મળવાની બાકી છે. આવું જ બિલ અનેક રાજ્યોની વિધાનસભાઓ પહેલાં જ પાસ થઇ ચૂકેલ છે.

You might also like