લોકોને પડતી અસુવિધાઓ દૂર કરવા કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી: નોટબંધીના નિર્ણય પર રોક લગાવવા પર સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. 500 અને 1000ની નોટ પર રોક લગાવવાના સરકારના નિર્ણય પર સ્ટે માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર સુનાવણી કરતાં અદાલતે કહ્યું કે આ સરકારનો નિર્ણય છે. જો કે લોકોની અસુવિધાઓને દૂર કરવા માટે વ્યવસ્થા પર કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ પહેલા, વારંવાર બેંકમાં પૈસા બદલાવા માટે પહોંચી રહેલા લોકો વિરુદ્ધ હવે સરકારે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના નાણાં સચીવ શક્તિદાસ દાસે કહ્યું કે વારંવાર પૈસા બદલાવા જઇ રહેલા લોકોની હવે ઓળખઆણ કરવામાં આવશે. એના માટે સરકારે નવો રસ્તો નિકાળ્યો છે. દાસે જણાવ્યું કે હવે પૈસા નિકાળવા પર મતદાનની જેમ આંગળી પર સહી લગાવવામાં આવશે, જેનાથીએ લોકોની ઓળખાણ થઇ શકે જે બેંકમાં પહેલાથી પૈસા નિકાળી ચૂક્યા છે.

એમણે કહ્યું કે વ્યવસ્થા મોટા શહેરોમાં મંગળવારથી જ શરૂ થઇ જશે કારણ કે એ લોકાને પૈસા નિકાળી દીધા છે. સાથે તેમણે કહ્યું કે નવી નોટ રંગ છોડી શકે છે.

દાસે કહ્યું કે સરકારી કર્મચારીઓને હડતાળની વાત ખોટી છે. તેમણે કહ્યું કે સરકારના કર્મચારી હડતાળ પર જઇ રહ્યા નથી. સોશિયલ મીડિયા પર જાત જાતની અફવાઓ ઉડાવવામાં આવી રહી છે અને ખોટા ફોટા નાંખવામાં આવી રહ્યા છે. નાણા સચીવે નમકની કિંમતોમાં વધારાની વાતને પણ અફવા કહી છે. તેમણે કહ્યું કે આપણી પાસે મીઠાનો પૂરતાં પ્રમાણમાં જથ્થો છે અને એ માટે અફવાઓ ફેલાવામાં આવી રહી છે.

You might also like