સાઈકલ પર આ કપલે ૧૭ દેશોની સવારી કરી

બેંગલુરુના સુનીલ કૌશિક અને તેમની જાપાનીઝ પત્ની યુકા યોકોઝાવા વિશ્વ પ્રવાસે નીકળ્યાં છે. તેમની આ યાત્રામાં અનોખી વાત એ છે કે તેઓ પ્લેનમાં નહીં, સાઈકલ પર દુનિયા ખૂંદવા નીકળ્યા છે. અત્યાર સુધીમાં તેઓ સાઈકલ પર સવાર થઈને ૧૭ દેશ ફરી ચૂક્યાં છે, એમાં તેમણે ૨૧,૦૦૦ કિ.મી.ની યાત્રા ખેડી છે. સુનિલ કૌશિક અગાઉ કન્યાકુમારીથી લેહ સુધીની યાત્રા સાઈકલ પર ખેડી ચૂક્યા છે.

આ અનુભવ શેર કરવામાં જ તેઓ પત્ની યુકાના પ્રેમમાં પડ્યા. લગ્ન પછી અભૂતપૂર્વ સાઈકલ યાત્રા માટે પૈસા બચાવ્યા અને પછી લંડનથી ફોલ્ડિંગ સાઈકલ મગાવીને તેઓ વિશ્વ પ્રવાસે નીકળી પડ્યા.  સુશી એન્ડ સંભાર ઓન સિલ્ક રૂટ નામે સોશ્યલ મીડિયામાં ફેમસ થઈ ગયેલા આ દંપતીએ પોતાની સફરમાં  અત્યંત નજીકથી આતંકવાદીની ધરપકડ જોઈ છે અફાટ રણમાં ભૂલાં પડ્યાં છે. અમેરિકન તથા જ્યાેર્જિયાના વાઈન ટેસ્ટ કર્યા છે તથા કેટલીયે વાર થપ્પડો પણ પણ ખાવી પડી છે. ૨૧,૦૦૦ કિલોમીટરનું અંતર કાપતા તેમને ૩૮૦ દિવસ લાગ્યા હતા.

http://sambhaavnews.com/

You might also like