દેશની પ્રથમ રેલવે યુનિ. વડોદરામાં બનશે : સિંહા

વડોદરા : વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનશે અને તે પણ ટૂંક સમયમાં પ્રથમ ફેઝમાં શરૂ કરી દેવામાં આવશે. રેલવે બોર્ડે આ પ્રોજેકટને મંજૂરી આપી દીધી હોવાનું રેલ રાજયમંત્રીએ વડોદરામાં જણાવ્યું હતું. યુનિવર્સિટી માટેનીદરખાસ્ત સંસદમાં રજૂ કરવામાં આવશે. વર્ષ ૨૦૧૬-૧૭ નું બજેટ બનતા પહેલા સ્થાનિક લોકોને સાથે રાખીને રેલવે વિભાગ દ્વારા બજેટમાં તે મુજબ જોગવાઈઓ કરવામાં આવતી હોય છે.

જેના અનુસંધાને રેલવેના રાજય કક્ષાના પ્રધાન મનોજ શર્મા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને પત્રકારો સાથે વાત કરી હતી. વેસ્ટર્ન રેલવે માટે બજેટમાં કરાયેલી જોગવાઈની વાત કરી હતી. સાથે સાથે વડોદરાને આવતા વર્ષે દેશની પ્રથમ એવી રેલવે યુનિવર્સિટી મળશે તેવું પણ જણાવ્યું હતું. રેલવે બોર્ડે યુનિવર્સિટીની મંજૂરી આપી દીધી છે. તે પ્રથમ ફેઝમાં વડોદરાના લાલબાગમાં શરૂ કરવામાં આવશે.

દેશમાં પ્રથમ એવી રેલવે યુનિવર્સિટી વડોદરાને મળી છે અને તેના પ્રથમ ચરણમાં ડિપ્લોમા અનેડીગ્રી કોર્ર્ષ શરૂ કરાશે.

ત્યારબાદ તબક્કાવાર માસ્ટર ડીગ્રી અને રેલવે ઓપરેશન જેવા કોર્ર્ષ ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી ચાલતી રેલવે યુનિવર્સિટીની વાત હવે પ્લેટફોર્મ પર આવી છે. આ યુનિવર્સિટી આવતા વડોદરાને મોટો ફાયદો થશે. ઉપરાંત ગુજરાતના વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં ફાયદો થશે. વડોદરામાં રેલવે યુનિવર્સિટી માટે રાજય સરકાર પાસેથી જમીનની માંગણી કરવામાં આવી છે. જે જમીનની ફાળવણી થતા જ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

જો કે હાલ પુરતી વડોરામાં આવેલી રેલવેની લાલબાગ ખાતેની જગ્યામાં રેલવે યુનિવર્સિટી શરૂ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૧૫માં કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુએ દેશમાં ૧૫ રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે જણાવ્યું હતું.જેમાં પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરામાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યુનિવર્સિટી બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. રેલ રાજયમંત્રી મનોજ સિંહાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

રેલ રાજયમંત્રી મનોજસિંહાએ જણાવ્યું હતું કે, વડોદરામાં રેલવે યુનવર્સિટી શરૂ કરવા માટે ઈજીસીઆઈએલ નામની સંસ્થાને કામ સોંપવામાં આવ્યું હતું.આ સંસ્થાએ તેનો રિપોર્ટ રેલવે બોર્ડને સુપ્રત કર્યો હતો. જે રેલવે બોર્ડે મંજૂર કરી દીધો છે. આગામી સંસદ સત્રમાં આ પ્રોજેકટને આખરી મંજૂરી આપવામાં આવશે. બે તબક્કામાં શરૂ થનાર આ યુનિવર્સિટીના પ્રથમ તબક્કામાં વડોદરા રેલવે કોલેજમાં એમબીએ અને એમ ટેક ડીગ્રી કોર્સ શરૂ કરી દેવાશે.

બીજા તબક્કામાં ફુલફલેશમાં યુનિવર્સિટી શરૂ કરાશે. જે માટેની જમીન રાજય સરકાર પાસેથી લેવાની કાર્યવાહી ચાલી રહી છે.રેલવે વિભાગ પાસે અત્યારે મોટી સમસ્યા વડોદરા સહિત દેશના જે રેલવે સ્ટેશનો પર મુસાફરીનું ભારણ છે તે ભારણ કેવી રીતે ઘટાડી શકાય તેનો ઉકેલ લાવવાનું છે વડોદરા ડિવિઝનમાં નવી ટ્રેનો શરૂ કરાશે તેવા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, દેશના ૪૯૨ સેકટર એવા છે. જયાં તેની ક્ષમતા કરતા વધુ ટ્રેનો દોડી રહી છે બીજા એવા સેકટર છે જયાં તેની ક્ષમતા કરતા ઓછી ટ્રેનો દોડી રહી છે.

આવા સેકટરોને સમાંતર કરવાનો બીજો પડકાર રેલવે વિભાગને છે. વડોદરા ડિવિઝનની પ્રશંસનીય કામગીરી છે. કારણ કે રાજધાની જેવી પાંચ દુરંતોની ટ્રેનોની સ્પીડમાં વધારો કર્યો છે.બુલેટ ટ્રેન પ્રોજેકટ અંગે તેમણે જણાવ્યું કે, બુલેટ ટ્રેન માટે હાઈસ્પીડ કોરીડોર જરૂરી છે તે માટેની કામગીરી રેલવે તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં નવાપ્રોજેકટો પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ડબલીંગ ટ્રીપલીંગ અને નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી રેલવે વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તેમ રેલ રાજયમંત્રી મનોજ સિંહાએ વધુમાં ઉમેર્યું હતું.

You might also like