વિકાસના અગણિત કાર્યો સામે કોંગ્રેસના જુઠ્ઠાણાઓ ચાલવાના નથીઃ આનંદીબહેન

અમદાવાદ: વિકાસના અગણિત કાર્યો ભાજપે જનતા જનાર્દન માટે કર્યા છે. એટલે કોંગ્રેસના જુઠ્ઠાણાઓ અને અપપ્રચાર જરાય ચાલવાના નથી. તેમ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું. ગઈ કાલના ભાઈ બીજનાં દિવસે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે અમરાઈવાડી, લાંભા તથા સરખેજ ખાતે જંગી જાહેરસભાઓને સંબોધન કર્યું હતું. તહેવારનો દિવસ હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો મુખ્યમંત્રીના ઉદ્બોધન સાંભળવા એકત્રિત થયા હતા.

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર તથા ગર્ભાશયનાં મુખનાં કેન્સરની નિઃશુલ્ક તપાસ તથા નિાન – સારવાર અંગે મુખ્યમંત્રીએ વિગતે વાત કરીને અત્યાર સુધીમાં ૪૫૦થી વધુ મહિલાઓના કેન્સરને લગતા ઓપરેશનો સને સંલગ્ન સારવાર વિના મૂલ્યે કરવામાં આવી કરવામાં આવી હોવાની માહિતી આપી હતી. કપાયેલા હોઠ તથા તાળવા માટે અત્યાર સુધીમાં સરકારી હોસ્પિટલોમાં ત્રણ હજારથી વધુ બાળકોના થયેલા નિઃશુલ્ક ઓપરેશનની જાણકારી મુખ્યમંત્રીએ આપી હતી.

કાંકરિયા લેક ફ્રન્ટ હોય કે સાબરમતી રિવરફ્રન્ટ પ્રજાની સુખ સુવિધા વધારવા અને તે દિશામાં નિર્ણાયક કામગીરી કરવા ભાજપ સદૈવ કાર્યરત રહ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના જુઠ્ઠાણા અને અપ્રચાર જરાય ચાલવાના નથી, લોકો સુપેરે જાણે જ છે કે કોંગ્રેસે હંમેશા ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવી છે. ગુજરાતની શાંતિ, સલામતી અને વિકાસમાં કોંગ્રેસમાં ક્યારેય રસ હતો નહીં અને છે નહીં.

અમરાઈવાડી હોય, લાંભા હોય કે સરખેજ હોય – ભાજપે ગ્રામ્ય સ્તરથી લઈને મહાનગરોમાં તમામ વોર્ડનાં વિકાસ માટે પરા ખંતથી લગ્નથી વિકાસનાં કાર્યો કર્યા છે ને આવનારી ચૂંટણીઓમાં વિકાસ કાર્યોનાં એ જમા પાસાને લઈને આપણો ભવ્ય વિજય નિશ્ચિત છે, તેમ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

You might also like