Categories: Gujarat

જાણો કઇ રીતે કરાય છે….વિધાનસભા ચૂ્ંટણીમાં મતગણતરી અધિકારીની પસંદગી

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાયા બાદ ૧૮ ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. આ મત ગણતરી દરમ્યાન કોઇપણ પ્રકારની ગોલમાલ, ગરબડ કે આક્ષેપબાજી ન થાય તેને અટકાવવા માટે રાજ્ય ચૂંટણી પંચે પહેલીવાર સોફટવેર સિસ્ટમ દ્વારા મતગણતરી અધિકારીની પસંદગી કરશે.

જે રીતે ચૂંટણી માટે મતદાન કેન્દ્રના અધિકારીઓને ફરજ સોંપણીની પસંદગી કરવામાં આવે છે તે પેટર્નથી નહીં પણ કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા મતગણતરી અધિકારીની પસંદગી કરાશે.

સોફટવેર સિસ્ટમ દ્વારા રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ૧૮ર બેઠક દીઠ દરેક બેઠક માટેથી મત ગણતરી માટે કયા ટેબલ પર ક્યા અધિકારી બેસશે તેનું રેન્ડમાઇઝેશન કરશે એટલે કે મત ગણતરી અધિકારીના નામની જાહેરાત ચૂંટણી પંચે મોકલેલા કમ્પ્યુટર સોફટવેર દ્વારા થશે.

ચૂંટણી વિભાગ દ્વારા આધારભૂત અને સત્તાવાર હુકમ એક બંધ કવરમાં જે તે અધિકારીને આપી દેવામાં આવશે. સામાન્ય રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં નિયત કરવાના થતા કર્મચારીઓ કે અધિકારીનું રેન્ડમાઇઝેશન કરવાનું પણ ફરજિયાત છે. જેથી મતગણતરીમાં પણ એજ પ્રક્રિયા શરૂ થઇ શકે.

મતગણતરી વખતે દરેક બેઠકના રૂમમાં અધિકારી અને કર્મચારીઓ રહેશે દરેક ટેબલ પર ત્રણ અધિકારી કર્મચારીની બેઠક વ્યવસ્થા કરાશે. જેમાં એક મુખ્ય ગણતરી નિરીક્ષક, એક મદદનીશ અધિકારી અને એક ખાસ ફરજ પરના અધિકારી રહેશે. આ ઉપરાંત આ ત્રણ અધિકારી કે કર્મચારી સાથે એક ઓબ્ઝર્વર રહેશે.

આ તમામ અધિકારીઓને મુખ્ય કચેરી પર બોલવામાં આવશે તમામને ૧૪ કે ૧૬ ડિસેમ્બરે બંધ કવર આપી દેવાશે જેમાં તેમને ક્યા ટેબલ પર બેસીને કામગીરી કરવાની છે તેનો હુકમ હશે. જો ચૂંટણી ફરજ પરના અધિકારીની તબિયત બગડે અને બીમારીના સંજોગો ઊભા થશે તો તે માટેની વ્યવસ્થા પણ ચૂંટણીપંચ દ્વારા મત ગણતરીના સ્થળે ઊભી કરાશે.

દરેક મતગણતરીના સ્થળ પર પીવાના પાણીની વ્યવસ્થા, ચ્હા કે કોફીની વ્યવસ્થા કે બીમારી આવે તો દવા અને તબીબની વ્યવસ્થા પણ ઊભી કરાશે. સુરક્ષાના કારણોસર ત્યાં હાજર રહેલી પોલીસને પણ કોઇ શારીરિક તકલીફ થાય તો દરેક મત ગણતરી સ્થળ પર તબીબની ટીમ ઉપરાંત એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

divyesh

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

20 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

20 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

20 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

20 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

20 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

20 hours ago