Categories: Business

ખાંડ મોંઘી થતાં બિસ્કિટ, ચોકલેટ અને આઈસક્રીમ પર ડિસ્કાઉન્ટ બંધ થશે

નવી દિલ્હી: બિસ્કિટ, સોફ્ટ ડ્રિંક, આઇસક્રીમ અને ચોકલેટ જેવી શુગર ગ્રોસરી કેટેગરીમાં ડિસ્કાઉન્ટ અને કેટલુંક ફ્રી આપવાનો ટ્રેન્ડ બંધ થઇ જશે. ખાંડની કિંમતમાં સતત થઇ રહેલા વધારાના કારણે બિસ્કિટ, ચોકલેટ અને આઇસક્રીમ પર હવે ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરવામાં આવશે.

ખાંડ અને ખાદ્યતેલોની કિંમતમાં વધારો થઇ રહ્યો હોવાથી આ ઇન્ડસ્ટ્રીને હવે પ્રોડક્ટની કિંમત વધારવાના બદલે પ્રમોશન માટે જે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તે બંધ કરવાની ફરજ પડશે.કોમોડિટીની કિંમતમાં ઘટાડાના કારણે છેલ્લા ૧૨ મહિનાથી આવી કંપનીઓ પ્રોડક્ટ પર ૧૦થી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપતી હતી, પરંતુ ગત સપ્તાહે ખાંડના ભાવ પ્રતિકિલો રૂ. ૪૦ને આંબી જતાં હવે તેની કોલા, બિસ્કિટ, ચોકલેટ અને આઇસક્રીમ ઉત્પાદક કંપનીઓ પર અસર પડશે.

ક્રેડિટ રેટિંગ કંપની ઇક્રાએ ૨૦૧૬માં ખાંડના ઉત્પાદનમાં ૧૦ ટકા ઘટાડો થવાની શંકા વ્યક્ત કરતાં હવે બિસ્કિટ અને ચોકલેટ જેવી ચીજવસ્તુઓ પર અમારે પ્રમોશન ઓફર બંધ કરીને તેમાં અપાતાં ડિસ્કાઉન્ટમાં પણ કાપ મૂકવો પડશે એવું જણાવ્યું હતું.

Krupa

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

11 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

11 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

11 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

11 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

12 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

12 hours ago