ત્રણ મ્યુનિ. હોસ્પિટલોમાં તબીબી ટીમ સ્ટેન્ડ ટુ રહેશે

અમદાવાદ : પતંગ-દોરીના ઉત્તરાયણના આકાશી ઉત્સવ દરમિયાન દોરી ઘસાવાથી છાપરા-ધાબા પરથી પડવાના કે વાહન અકસ્માતમાં ઘાયલ થયેલાઓ માટેઆ વર્ષે આદામી ચાય ૧૩, ૧૪ અને ૧૫ જાન્યુઆરી સુધી શહેરની ત્રણ મ્યુનિ. હોસ્પિટલોમાં ખાસ વોર્ડ અને ડોક્ટરોની ઈમર્જન્સી ટીમો હાજર રહેશે તેમ મેયર ગૌત્તમ શાહે પત્રકારોને જણાવ્યુ હતું.

ઈમરજન્સી તબીબી સેવા માટે વી.એસ. હોસ્પિટલ, શારદાબહેન મ્યુ. હોસ્પિટલ (સરસપુર), એલ.જી. હોસ્પિટલ (મણિનગર) અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તરાયણમાં દોરી ઘસાવાથી ટુ વ્હીલર પર જતા વાહન ચાલકો ઘાયલ થવાના અનેક બનાવો બને છે જેમાં ગળાના ભાગે દોરી ઘસાતા વાહનચાલક લોહીલુહાણ થાય છે. અગાઉના વર્ષોમાં શ્રેયસ બ્રિજ પર સ્કૂટર ઉપર જતી એક યુવતીને કપાયેલા પતંગની દોરી ગળા ઉપર ઘસાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

શહેરની પોળો સોસાયટી, ચાલીઓના ધાબા, છાપરા ઉપરથી પતંગ ચગાવતા કે પકડવા જતા પડી જવાના બનાવો દર વર્ષે બંને છે તેમાં નાના બાળકો વિશેષ હોય છે. આ ઉપરાંત રસ્તા ઉપર પતંગ ચગાવતા કે પતંગ પકડવા જતા લોકોને વાહનો સાથે અકસ્માત થાય છે. આમ ઉતરાયણના દિવસોમાં અકસ્માતના કેસો વધુ થતાં હોય છે. જેના કારણે મ્યુનિ. હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

You might also like