રાજધાનીમાં નથી સુરક્ષિત મહિલા, રોજ થાય છે 6 રેપ, નિર્ભયાને ક્યારે મળશે ન્યાય?

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપને ચાર વર્ષ થઇ ગયા છે. પણ રાજધાની દિલ્હીની પરિસ્થિતિ જેસે થે તેવી જ છે. સરકાર દ્વારા નિર્ભયા કાંડ બાદ મોટા મોટા વચનો કરવામાં આવ્યાં હતાં. ત્યારે દિલ્હી પોલીસ પાસેથી મળેલા આંકડાઓ પ્રમાણે આજે પણ દરરોજ 6 મહિલાઓ પર ગેંગરેપ થાય છે. જ્યારે 12 મહિલાઓ સાથે છેતરપિંડી થાય છે. જ્યારે 11 મહિલાઓ અને છોકરીઓ રોજ ગાયબ થઇ જાય છે.

રાજધાની દિલ્હીની જનસંખ્યા 1.75 કરોડની આસપાસ છે. જ્યારે મહિલાઓની સંખ્યા 85 લાખ છે. નિર્ભયા ગેંગરેપ બાદ રાજધાનીમાં મહિલા પોલીસ કર્મીઓની નિમણુક પણ કરવામાં આવી છે. પરંતુ પરિસ્થિતી જ્યાંની ત્યાં જ છે.

80 લાખ મહિલાઓ માટે દિલ્હીમાં માત્ર 7454 મહિલા પોલીસ કર્મચારીઓ છે. પોલીસ સ્ટેશનમાં તેમની સંખ્યા ખૂબ જ પાંખી છે. ત્યારે દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે. આંકડાઓ પર નજર કરીએ તો 40 ટકા મહિલાઓ સાથે આવતા જતા છેડછાડ થાય છે. જ્યારે 41 ટકા મહિલાઓ બસોમાં, ટ્રેનોમાં છેતરપિંડીનો ભોગ બને છે. જ્યારે બાકી મહિલાઓની ભીડવાળી જગ્યાએ તેમજ અન્ય સ્થળોએ છેતરપીંડી થાય છે.

home

You might also like