જાણો, તમારા યુરીનનો રંગ આપશે તમારા સ્વાસ્થ્યની માહિતી

તમે એ વાતથી કદાચ અજાણ હશો પરંતુ તમારા યુરીન દ્વારા તમને થનાર બિમારીનો સંકેત પ્રાપ્ત થઇ જાય છે. જેથી તેના પ્રત્યે આપણે બેદરકારી દાખવવી ન જોઇએ. તો ચાલો જાણીએ યૂરિનનો કયો કલર કયો સંકેત આપે છે.

હળવો પીળઃ ડોક્ટરના મતે યૂરીનનો રંગ હળવો પીળો હોવાનો મતલબ છે કે તમારૂ સ્વાસ્થ્ય બરોબર છે અને તમારૂ શરીર બરોબર કામ કરી રહ્યું છે.

પીળોઃ જ્યારે શરીર બરોબર હાઇડ્રેટેડ નથી થતું ત્યારે યૂરિનનો રંગ પીળો હોય છે. જેનાથી બચવા માટે પ્રવાહી પદાર્થ વધારે માત્રામાં લેવા જોઇએ.

ઘાટ્ટો પીળોઃ વધારે પડતી દવાઓ ખાવાને કારણે પણ યૂરિનનો આ રીત નો રંગ હોય છે. જો તમારી સાથે પણ આમ થઇ રહ્યું હોય તો તમારા ડોક્ટર સાથે આ મામલે સલાહ લો કારણકે આ લીવરની સમસ્યા પણ હોઇ શકે છે.

દુધિયો સફેદઃ જો યૂરિનનો રંગ દૂધિયો સફેદ હોય તો તે યૂરિન ઇન્ફેક્શન કે કિડનીની પથરીનું એક કારણ પણ હોઇ શકે છે. આવી પરિસ્થિતિમાં ડોક્ટર પાસે જવું જરૂરી છે.

નારંગીઃ આ રીતનો કલર યૂરિનની સમસ્યાઓને રોકવાની દવાઓને કારણે પણ થતો હોય છે.

જો તમને યૂરિનના કલરમાં આવેલા પરિવર્તન અંગે ખ્યાલ ન આવતો હોય તો આ અંગે ચોક્કસથી ડોક્ટરનો સંપર્ક કરવો અને યોગ્ય કારણ જાણવાનો પ્રયાસ કરવો.

You might also like