સી-પ્લેન માટે રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સહિતના ત્રણ રૂટની પસંદગી

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે સી-પ્લેનની સફર કરી હતી તે પ્રોજેક્ટ હવે શક્ય નથી તેવા અહેવાલો બાદ હવે સી-પ્લેન માટે ત્રણ રૂટ નક્કી કર્યા છે.

હાલમાં એએઆઇ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર ડેમ અને સુરતમાં તાપી રિવરફ્રન્ટ સુધીના રૂટ પર યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરાયો છે. ઓથોરિટી દ્વારા ઘણાં સ્થળોનો વિચાર કર્યા બાદ ૩ સ્થળો ફિઝિબિલિટી સ્ટડી માટે નક્કી કરવામાં આવ્યાં છેં, જેના પગલે આગામી એક સપ્તાહમાં જ એએઆઇના અધિકારીઓ આ જગ્યાની મુલાકાત લેશે.

સર્વે બાદ અંતિમ નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટિનું કામ પુરજોશમાં ચાલુ છે. સરદાર સાહેબની જન્મ જયંતી નિમિત્તે ૩૧મી ઓકટોબરે વડાપ્રધાન મોદી તેનું ઉદઘાટન કરે તેેવી શક્યતા છે ત્યારે વડાપ્રધાન આ સ્થળ પર જવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન દ્વારા પહેલી ઉડાન ભરીને ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતા છે.

સરકારે સી-પ્લેન ટૂરિઝમ પો‌િલસીનો પ્રસ્તાવ મૂક્યો છે, જોકે તેના માટે સ્પેશિયલ ગ્રાંટની પણ ફાળવણી કરાઇ છે. ૩૧ ઓકટોબર પહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થશે. વિશ્વભરના લોકો તેને જોવા ગુજરાત આવશે ત્યારે પ્રવાસીઓ માટે સી-પ્લેન મહત્ત્વનો વિકલ્પ બનશે.

પહેલા રૂટમાં સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ જે અંબાજી મંદિરને જોડશે તેનો પ્રોજેકટ રિપોર્ટ તૈૈયાર કરવાની સૂચના અપાઇ છે. જ્યારે બીજા બે રૂટમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી (સરદાર સરોવર ડેમ) એમ ત્રણ રૂટ પસંદ કરાયા છે.

એરપોર્ટ ઓથોરિટી અને ખાનગી વિમાન કંપનીની ટીમ આ લોકેશનની તપાસ કરશે. સરકારે નવી ટૂરિઝમ પો‌િલસીમાં સી-પ્લેનનો સમાવેશ કર્યો છે.

You might also like