લદ્દાખ સરહદમાં આવી ગઇ ચીની સેના, ભારતીય સેનાએ ખસેડ્યા

લદ્દાખ સેક્ટરની સરહદનું ફરી એક વખત ઉલ્લઘન કરીને ચીની સૈનિકો પાનગોંગ ઝીલની નજીક આવેલા ભારતીય ક્ષેત્રમાં લગભગ 6 કિલોમિટર સુધી અંદર આવી ગયા હતા.આ ઘટના આઠ માર્ચે બની હતી. તે દિવસે પીએલઇના લગભગ 11 સૈનિકો પાનગોંગની નજીક “ફિંગર -8” અને “સિરજાપ-1”માં કાલ્પનિક વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને પાર કરીને ભારતીય ક્ષેત્રેમાં ઘૂસી ગયા હતા. આ જવાનોની આગેવાની કર્નલ સ્તરનો એક અધિકારી કરી રહ્યો હતો.

ચીનના સૈનિકો ચાર વાહનો સાથે ભારતની ઠાકુંચ સુરક્ષા ચોકીમાં ઘૂસી આવ્યા હતા અને ભારતીય ક્ષેત્રમાં 5.5 કિલોમીટર અંદર સુધી પહોંચી ગયા હતા. આ વાહનોમાં બે હળવા, એક મધ્યમ અને એક ભારે વાહન હતું. ત્યારે આઇટીપીના ગશ્તી દળે ઝડપથી ચીની સૈનિકોનો પ્રતિકાર કરી અને તેમને રોક્યા હતા. થોડા સમય માટે બંને પક્ષો એકબીજાના સામસામે આવી ગયા હતા,પછી ચીની સૈનિકો પોતાના વિસ્તારમાં પરત ફરી ગયા હતા.

આ અંગે સેના દ્વારા હાલ કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સૈનાના મતે સરહદને લઇને અલગ અલગ માન્યતાઓને કારણે એસએસી વચ્ચે અવારનવાર સંઘર્ષ થાય છે. ચીની સૈનિકોનું નેતૃત્વ કર્નલ સ્તરનો વ્યક્તિ કરી રહ્યો હતો. જેમાં બે મેજર પણ સામેલ હતા. ચીની પક્ષ પાસે હથિયારો ઓછા હતા જ્યારે આઇટીબીપીના જવાનો પાસે હથિયાર અને અન્ય સામાન પણ હતો.

You might also like