વરસાદની ઘટથી સરકાર ચિંતામાં: અછતગ્રસ્ત કમિટિની બેઠકમાં CM રૂપાણી રહ્યાં ઉપસ્થિત

728_90

રાજ્યમાં વરસાદની ઘટથી સરકાર ચિંતામાં છે. રાજ્યમાં આજરોજ યોજાયેલ અછતગ્રસ્ત કમિટીની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. આજે યોજાલે કમિટિની બેઠકમાં અછતગ્રસ્ત તાલુકાઓમાં વધારો કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મહેસુલ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. નવા માપદંડો મુજબ અછતગ્રસ્ત તાલુકાઓમાં વધારો કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. નવા માપદંડોના અભ્યાસ માટે પાડોશી રાજ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

રાહત કમિશનરે રાજસ્થાન અને મહારાષ્ટ્રની મુલાકાત કરી છે. 125 મીમીથી ઓછા વરસાદવાળા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. નવા માપદંડમાં વરસાદ ઉપરાંત અન્ય 6 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાહત કમિશનરના રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે.

You might also like
728_90