કોર્ટમાં જ્જ બનવાની છે તક, જાણો કોણ-કોણ કરી શકે છે APPLY

કોર્ટમાં જ્જ બનવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. મધ્યપ્રદેશ અને બિહારમાં જ્જની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં લો ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. જો તમે લોનું ભણ્યા છો તો તમે આ જગ્યાપર અરજી કરી શકો છો.

મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં ભરતી
હાઇકોર્ટમાં સિવિલ જ્જ પદ માટે 140 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં દરેક જાતિ વર્ગના આધારે જગ્યાનું વિભાજન કરવામાં આવ્યું છે. આ જગ્યા માટે 21 થી 35 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે.

આ જગ્યા માટે લોમાં ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવાર અરજી કરી શકે છે. અરજી કરવા માટે બિનઅનામત વર્ગના ઉમેદવારે 1000 રૂપિયા જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ 600 રૂપિયાની ફી ની ચૂકવણી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર 2018 છે.

બિહાર સિવિલ જ્જ ભરતી (30મી જ્યૂડિશિયલ સર્વિસ એક્ઝામ)
બિહાર લોકસેવા આયોગગ તરફથી 349 જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 22 વર્ષથી 35 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે. અરજી કરવા માટે જનરલ, ઓબીસી અને અન્ય ઉમેદવારએ 750 રૂપિયા જ્યારે એસસી-એસટી વર્ગના ઉમેદવારોએ 200 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

આ જગ્યા માટે અરજી 8 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર વચ્ચે કરી શકાશે. ઉમેદવારની પસંદગી પ્રી પરીક્ષા, મેંસ પરીક્ષા અને ઇન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

You might also like