ઓછી સરસાઇથી થયેલી હાર-જીતવાળી ૧૦ બેઠક જાળવી રાખવા કોંગ્રેસ સામે પડકાર

અમદાવાદ: આગામી તા.૯ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ૮૯ બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા થવાની છે. જો કે બેઠક પરથી ચૂંટણી જંગ ખેલાશે તે પૈકી દશ બેઠક પર છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં કોંગ્રેસની હાર જીત માત્ર ૩પ૦૦ મતથી ઓછી સરસાઇથી થઇ હોઇ આ ચૂંટણીમાં આ બેઠકો જાળવી રાખવાનો કે જીતવાનો પડકાર પક્ષ સમક્ષ રહેશે.

સૌરાષ્ટ્રની લીંબડી બેઠક પરથી છેલ્લી ચૂંટણીમાં સોમા ગાંડા પટેલની ભાજપના હરીફ ઉમેદવારથી માત્ર ૧પ૬૧ મતની સરસાઇથી જીત થઇ હતી. આ ચૂંટણીમાં પક્ષે તેમને ફરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. મોરબીના હારેલા ઉમેદવાર બ્રિજેશ મીરજાને પરત ફરી તક અપાઇ છે. જામનગર ગ્રામ્યના ગત ચૂંટણીના કોંગ્રેસના જીતેેલા ઉમેદવાર રાધનજી પટેલ હવે ભાજપ તરફથી ચૂંટણી લડશે. એ જ રીતે સોમનાથના જશા બારડે ભાજપમાં પક્ષપલટો કરીને કોંગ્રેસ સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

લાઠીના કોંગ્રેસના બાવકું ઉધાડે પણ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરીને આ ચૂંટણીમાં અમરેલીમાંથી ભાજપના ઉમેદવાર બન્યા છે તેમની સામે કોંગ્રેસે છેલ્લી ચૂંટણીમાં ર૯૮૯૩ મતથી જંગી સરસાઇથી ભાજપના દિલીપ સંઘાણી સામે જીતેલા પરેશ ધાનાણીને ચૂંટણી લડશે.

કોંગ્રેસના ૩પ૦૦ મતથી ઓછી સરસાઈથી હારેલા- જીતેલા પ્રથમ તબક્કાની બેઠકના ઉમેદવાર

બેઠક સરસાઇ કોંગ્રેસના જીતેલા કોંગ્રેસના હારેલા
ઉમેદવાર ઉમેદવાર
લીંબડી ૧પ૬૧ સોમા ગાંડા પટેલ
મોરબી ર૭૬૦ બ્રિજેશ મીરજા
જામનગર ગ્રામ્ય ૩૩૦૪ રાઘવજી પટેલ
જામનગર દક્ષિણ ર૮૬ર જિતુલાલ
સોમનાથ ર૦૯૬ જસા બારડ
તલાલા ૧૪૭૮ જસુ બારડ
ધારી ૧પ૭પ કોકિલા કાકડિયા
લાઠી ર૭૬૪ બાવકું ઉઘાડ
સાવરકુંડલા ર૩૮૪ પ્રતાપ દુધાત
ડેડિયાપાડા રપપપ અમર વસાવા
ડાંગ ર૪રર મંગલ ગાવિત

You might also like